Counseling of Aryan

Aryan khan spotted party: NCBની ક્લીનચીટ બાદ આર્યન ખાન ક્લબમાં પાર્ટી કરતો જોવા મળ્યો- વીડિયો થયો વાયરલ

Aryan khan spotted party: અનેક મહિનાઓની કાનૂની લડાઈ બાદ NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી

બોલિવુડ ડેસ્ક, 19 જુલાઇઃ Aryan khan spotted party: આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેલમાંથી બહાર નીકળ્યા બાદ તે બહાર આવતો જતો પણ ભાગ્યે જ જોવા મળતો હતો. અનેક મહિનાઓની કાનૂની લડાઈ બાદ NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે અને હવે આર્યન ખાનનો ક્લબમાં પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આર્યન ખાન ક્લબમાં પાર્ટી કરતો હોય એવો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અનેક પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. આર્યાન એક બારમાં જોવા મળે છે. ક્લબમાં લાઉડ મ્યૂઝિક વાગતા સાંભળી શકાય છે.

આર્યાન ખાન વાયરલ વીડિયોમાં બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેણે ચહેરા પર માસ્ક પહેરેલું છે પરંતુ બાદ તે માસ્ક નીચે મૂકીને ડ્રિંક પીતો જોવા મળી રહ્યો છે અને તે ફરીથી માસ્ક પહેરીને ક્લબ પાર્ટીમાં એન્જોઈ કરતો પણ જોવા મળે છે.

આ પણ વાંચોઃ Student Suicide: ડોક્ટર બનવાનું સપનુ જોતી દીકરીએ NEET ની પરીક્ષા સારી ન જતા જીવન ટૂંકાવ્યુ

આર્યન ખાનનો જે ફેન પેજ પર તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે તેના અનુસાર આ વીડિયો સોમવાર રાત્રી દરમિયાનનો હોય એવું માનવામાં આવી રહ્યું છે. આર્યન ક્લબમાં પોતાના ફેન્સ સાથે ચીલ કરતો અને ખૂબ ખુશ હોય એવું દેખાય રહ્યું છે.

આર્યન ખાનની વાત કરીએ તો, તે બીટાઉનનો શાનદાર સ્ટાર કિડ છે. આર્યનની એક ઝલક મેળવવા ચાહકો આતુર છે. ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ તેને ચાહકોનો ભરપૂર પ્રેમ અને સમર્થન મળ્યું છે. શાહરૂખ ખાને પણ પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી નહોતી. સાથે જ આર્યનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે અને તેનો પાસપોર્ટ પણ પરત કરી દેવામાં આવ્યો છે એટલે કે હવે આર્યન પણ વિદેશ જઈ શકશે.

આ પણ વાંચોઃ ATS arrested the accused: ATSને મોટી સફળતા અનેક રાજ્યમાં હત્યા, લૂંટ, ધાડ તથા જેલમાંથી ભાગી જનારની કરી ધરપકડ

Gujarati banner 01