tomato pickle

Pickle for health: આ અથાણું રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ; અત્યારે જ નોંધી લો રેસિપી..

Pickle for health: આ અથાણું રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ- આ જ બનાવો ઘરે- અત્યારે જ નોંધી લો રેસિપી

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 14 નવેમ્બર: Pickle for health: અનેક લોકો જ્યારે જમવા બેસે ત્યારે તેમને અથાણું સાથે ખાવાની આદત હોય છે. અથાણાં વગર ઘણા બધા લોકોને જમવાની મજા આવતી નથી. આમ, ભોજન સાથે અથાણું ખાવામાં આવે તો તો તેનો સ્વાદ વધી જાય છે. આમ તો દરેક લોકોના ઘરોમાં જાતજાતના અથાણાં બનતા જ  હોય છે. દરેક ભારતીય ઘરો માં અનેક પ્રકારની વસ્તુઓમાંથી એક અથાણું તૈયાર કરવામાં આવે છે. અથાણાં વગર ભોજનનો સ્વાદ પણ અધૂરો લાગે છે. તો આજે અમે તમને અથાણાંની રેસિપી શેર કરીશું. તો આજે અમે તમને ટામેટાનું અથાણું બનાવતા શીખવાડીશું. તો જાણીએ ઘરે કેવી રીતે બનાવશો ટામેટાનું અથાણું.

સામગ્રી

  • 3 થી 4 ટામેટા
  • લાલ મરચું
  • કાચી મગફળી
  • જીરું
  • સ્વાદાનુંસાર મીઠું
  • લસણ
  • ખાંડ
  • રાઇના કુરિયા
  • મેથીના કુરિયા
  • લવિંગ 
  • ઇલાયચી 
  • બનાવવાની રીત

આ પણ વાંચોBoiling makhana in milk: દૂધમાં મખાણા ઉકાળવા ને ખાવાથી વધે છે હાડકા ની મજબૂતાઈ- વાંચો અન્ય ફાયદા વિશે

ટામેટાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો. હવે કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં મેથીના કુરિયા અને રાઇના કુરિયા એડ કરીને એકથી બે મિનિટ માટે શેકી લો. ત્યારબાદ આ મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો અને એમાંથી પાવડર તૈયાર કરી લો..

આ પછી એક બીજુ પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં કટ કરેલા ટામેટા એડ કરો. ટામેટા એડ કર્યા પછી લવિંગ અને આખી ઇલાયચી એડ કરો. હવે આ ટામેટાને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ત્યારબાદ ટામેટામાં ખાંડ નાખો અને આ મિશ્રણને ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો. હવે આમાં સ્વાદાનુંસાર મીઠું અને મરચું નાંખીને થોડીવાર માટે ગરમ થવા દો.

ત્યારબાદ આ બધી સામગ્રીઓ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં રાઇના અને મેથીના કુરિયાનો પાવડર મિક્સ કરી દો. આ બધી જ વસ્તુ એડ કર્યા પછી ચમચાની મદદથી હલાવી લો અને મિક્સ કરી લો. લો તો તૈયાર છે ટામેટાનું અથાણું. તમે આ અથાણું એર ટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો.

Gujarati banner 01