Bhagawant Mann road show 2

Bhagawant Mann road show: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ આજે રોડ શોમાં ભાગ લીધો.

Bhagawant Mann road show: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ આજે અમરેલીના રાજુલા, ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ આજે અમરેલીના રાજુલા, ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો.

અમદાવાદ , 13 નવેમ્બર: Bhagawant Mann road show: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તા ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દેશની એકમાત્ર દેશભક્ત અને ઇમાનદાર પાર્ટી છે જે ગુજરાતનાં પરિવર્તન માટે,લોકોની સેવા કરવા માટે જનતા પાસે એક મોકો માંગી રહી છે. તેથી, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તા છેલ્લા ઘણા મહિનાઓથી રોડ શો, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન અને પદયાત્રા જેવા અનેક કાર્યક્રમોનાં માધ્યમથી અરવિંદ કેજરીવાલજીની ગેરંટીની માહિતી જનતા સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ભગવંત માનજીએ આજે અમરેલીના રાજુલા, ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ગુજરાતના યુવાનોએ જણાવ્યું છે કે સરકારી પરીક્ષાનું પેપર લીક થવું અને બેરોજગારી ગુજરાતની સૌથી મોટી સમસ્યા છેઃ ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રોડ શોમાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યું કે, હું લોકોને જુમલાઓ સંભળાવવા નથી આવ્યો અને ના તો ખોટા સપના બતાવવા આવ્યો છું. હું તમને અહીં 15 લાખનાં ખોટા વાયદા નહીં કરું, પરંતુ જે શક્ય હશે અને જે શક્ય છે, તેના પર જ વાત કરીશ. મેં અહીં આવતા સમયે કેટલાક યુવાનો સાથે વાત કરી અને મેં પૂછ્યું કે, ગુજરાતની સૌથી મોટી સમસ્યા શું છે? તો તેમણે જવાબ આપ્યો કે, સરકારી પરીક્ષાનું પેપર લીક થવું અને બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. એક ગરીબ ઘરનો દીકરો દિવસ-રાત મહેનત કરીને સરકારી નોકરી મેળવવા માંગે છે, કારણ કે તેને લાગે છે કે તે પોતાની ગરીબી દૂર કરી દેશે. પરંતુ આ લોકો તેની પાસેથી એક મોકો પણ છીનવી લે છે. આ લોકો ઈચ્છે છે કે તેમના બાળકો જ ભણી-ગણીને આગળ વધે.

ગરીબોના બાળકો ભણી ગણીને પોતાની ગરીબી દૂર ના કરી દે એ કારણથી તેમને અત્યાર સુધી અભણ રાખવામાં આવ્યા : ભગવંત માન

Bhagawant Mann road show

હું યુવાનોને કહેવા માંગુ છું કે, “અગર રાજનીતિ મેં આના હૈ, તો કર કેજરીવાલ કે ઉસૂલો કી બાત લેકિન અગર રાજનીતિ મેં લંબા ટીકના હૈ તો કર અસ્પતાલ, સ્કૂલો કી બાત”. અહીંયા અન્ય પક્ષના લોકો તેમના ભાષણમાં શાળા અને હોસ્પિટલની વાત પણ કરતા નથી કારણ કે તેઓ આપણે અભણ જ રાખવા માંગે છે. એ લોકો જાણે છે કે જો કોઈ ગરીબનું બાળક ભણી ગણી લેશે તો તે મોટો અધિકારી બની જશે. અને જો બની ગયો તો ઘરની ગરીબી દૂર કરી દેશે. ગરીબી દૂર થઇ ગઇ તો નેતાઓના મોટા મોટા મહેલો સામે સવારમાં સવારમાં હાથ જોડીને કોઈ ઊભું નહીં રહે. એટલા માટે આ લોકો ગરીબ બાળકોને ભણવા નથી દેતા, બાકી આપણા બાળકોમાં ઘણી ક્ષમતા છે.

અરવિંદ કેજરીવાલજી સામાન્ય ઘરના દીકરા-દીકરીઓને મોકો આપે છે : ભગવંત માન

ગુજરાતની જનતાનો આ પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું એક પ્રત્યક્ષદર્શી છું કે મેં 7 મહિના પહેલા જોયું છે કે, જ્યારે લોકો આ રીતે ઘરની બહાર આવે છે, ત્યારે તેઓ પંજાબની જેમ સરકારને તોડે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકો મળી અને 92માંથી 82 ધારાસભ્ય એવા છે જે સામાન્ય ઘરમાંથી આવ્યા છે અને પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, હું પણ તેમાંથી એક છું. અરવિંદ કેજરીવાલજીએ સામાન્ય ઘરના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યો. શું બીજેપીના લોકો તમને ક્યારેય કોઈ પોસ્ટ પર બેસાડશે? અહીંયા તો તેમના સંબંધીઓ પુરા થતા જ નથી. સામાન્ય ઘરના દીકરા-દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે, પહેલા કોઈ વિકલ્પ નહોતો પણ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં વિકલ્પ છે. 5મીએ વોટ આપવા જાવ અને ઝાડૂનું બટન દબાવો તો સમજી લેજો કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છે.

હું વ્યવસાયે પ્રખ્યાત કલાકાર હતો,પરંતુ બીજી પાર્ટીવાળા સારું કામ નથી કરતા એટલા માટે જ મારે રાજનીતિમાં આવવું પડ્યું : ભગવંત માન

હું એક સ્કૂલ ટીચરનો દિકરો છું. મને ખબર નહોતી કે હું ક્યારેય મુખ્યમંત્રી બની શકીશ. હું વ્યવસાયે પ્રખ્યાત કલાકાર હતો. આમ તો મારે કોઇ જરૂર નહોતી, આ મોટા લોકોની સામે પડવાની. પરંતુ હું દેશ માટે આ બધું કરી રહ્યો છું. બીજી પાર્ટીવાળા સારું કામ નથી કરતા, પરંતુ આપણે આવી રીતે જ ઘરમાં બેસીને તેમને જોઈ શકતા નથી. એટલા માટે જ રાજનીતિમાં આવવું પડ્યું. ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહે છે, જ્યાં સુધી સારા લોકો તેમની વિરુદ્ધ ઉભા ન થાય, જાગે નહીં. થોડા વર્ષો સુધી જનતા શાંતિથી બેસી શકે છે, ધીરજ રાખી શકે છે અને દિલ પર પથ્થર મૂકીને જીવી શકે છે. પરંતુ 27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે.

જો લોકો કોંગ્રેસને વોટ આપે છે, તો કોંગ્રેસના ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે: ભગવંત માન

અમે ગુજરાતમાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમને કહે છે કે, આ દુષ્ટ પાર્ટીઓથી અમને છૂટકારો અપાવો. તો અમે દર વખતે એ જ કહીએ છીએ કે આ લોકોથી છુટકારો મેળવવાનું કામ તમે જાતે કરી શકો છો, તમારે માત્ર ઝાડુવાળું બટન દબાવીનું છે. પહેલા લોકોને ખબર પણ ન હતી કે તેમનો વોટ ક્યાં જઈ રહ્યો છે, કારણ કે જો લોકો કોંગ્રેસને વોટ આપે છે, તો કોંગ્રેસવાળા ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે. હાલમાં કોંગ્રેસના 22 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના લોકો જનતાના વોટની કિંમત સમજતા નથી. એમ તો આપણે જોયું છે કે 5-5 વર્ષથી આ લોકો પોતાના વારાઓ બાંધી લે છે કે તમે 5 વર્ષ રાજ કરો અને અમે 5 વર્ષ રાજ કરીએ અને આપણે એકબીજા સામે કોઈ એક્શન નહીં લઈએ, પરંતુ ગુજરાતમાં તમે લોકોએ 27 વર્ષ આપ્યા છે. પરંતુ હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, આ વખતે પરિવર્તનનો મોકો છે, તો પરિવર્તન કરી લો.

જનતા કહે છે આ વખતે પરિવર્તન જોઇએ છે અને પરિવર્તનનો અર્થ છે આમ આદમી પાર્ટી: ભગવંત માન

બીજી પાર્ટીવાળાઓને લાગે છે કે તે લોકો પૈસા આપીને જનતાના વોટ ખરીદી લેશે. પરંતુ હું તેમને યાદ અપાવી દઉં કે જનતા નથી વેચાતી, માત્ર નેતાઓ વેચાય છે, જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ વેચાઈ જાય છે. ગુજરાતમાં જ્યારે કોઈને પૂછવામાં આવે કે આ વખતે ગુજરાતમાં શું જોઈએ છે? તો સૌ કહે છે કે આ વખતે માત્ર પરિવર્તન જોઈએ છે અને પરિવર્તનનો અર્થ છે આમ આદમી પાર્ટી. બીજી પાર્ટીઓને વોટ આપવો એ વોટની બરબાદી છે. અન્ય પાર્ટી તમારા વોટનો સોદો કરે છે. આજે આપણી પાસે જે મતદાર કાર્ડ છે તે આપણા દેશની આઝાદી માટે લડનારા શહીદોના કારણે મળ્યું છે. વોટનો સોદો કરવાનો અર્થ એ શહીદોનું અપમાન છે. પહેલા નેતાઓ જીતતા હતા અને લોકો હારતા હતા, પરંતુ હવે એવું નહીં થાય, સામાન્ય લોકોની સરકાર આવી રહી છે. આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા તેમનો વોટ માત્ર આમ આદમી પાર્ટીને જ આપશે અને આ ચૂંટણીને ઐતિહાસિક ચૂંટણી બનાવશે.

જ્યારે તમે વોટ આપવા જાઓ, ત્યારે ભગવાનને પગે લાગીને જજો અને કહેજો કે હું આજે એક સારું કાર્ય કરવા જઇ રહ્યો છું :ભગવંત માન

ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જાવ ત્યારે તમારા બાળકોનું મોઢું જોઇને જજો. ભગવાનને પગે લાગીને જજો અને વિચારજો કે આજે હું એક સારું કાર્ય કરવા જઇ રહ્યો છે જેનાથી દેશની હાલત સુધરી શકે છે. તમારી સામે એક મશીન હશે જેના પર બટન હશે, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે. જેવી રીતે પાછલા 27 વર્ષ બરબાદ થઇ ગયા. અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે ઝાડુ વાળું બટન દબાવ્યું તો તમારી અને તમારા બાળકોની કિસ્મત ચમકી જશે.

આ પણ વાંચો…England won the T20 World Cup: ઇગ્લેન્ડે બીજી વખત જીત્યો ટી-20 વર્લ્ડકપ, પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

પંજાબમાં અમે 50 લાખ ઘરની વીજળી ફ્રી કરી નાખી: ભગવંત માન

પંજાબમાં અમે ઘઉં, ચોખા, મગની દાળ, નરમા, કપાસ પર MSP આપવાનું શરૂ કર્યું છે. અમે માનીએ છીએ કે ખેડૂતનો પરસેવો સુકાય તે પહેલા તેને તેના પાકની યોગ્ય કિંમત મળવી જોઈએ અને તેથી જ અમે ખેડૂતોની MSP પર પાક ખરીદી રહ્યા છીએ. અમે પંજાબના લોકો અમારો કોઈ રેકોર્ડ જલ્દી તૂટવા નથી દેતા. પરંતુ આ વખતે અમે પંજાબના લોકો પણ ઇચ્છીએ છીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી દે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે. ભાજપવાળા કહે છે કે, અમે કોંગ્રેસની બી ટીમ છીએ અને કોંગ્રેસવાળા કહે છે કે, અમે ભાજપની બી ટીમ છીએ પરંતુ હું કહેવા માંગુ છું કે અમે માત્ર ગુજરાતના 6 કરોડ લોકોની એ ટીમ છીએ. અમે 130 કરોડ ભારતીયોની એ ટીમ છીએ. પંજાબ અને દિલ્હીમાં અમે ખૂબ જ પારદર્શક રીતે સરકાર ચલાવીએ છીએ. દિલ્હીમાં અમે પહેલા મફતમાં વીજળી આપવાનું શરૂ કર્યું, એ બાદ પંજાબમાં સરકાર બન્યા પછી અમે પંજાબમાં પણ મફત વીજળી આપવાનું શરૂ કર્યું. આજે પંજાબમાં 50 લાખ ઘરોનું વીજળી બિલ ઝીરો આવી ગયું છે. આ બધું શક્ય છે, માત્ર સારી નિયતવાળી સરકારની જરૂર છે.

અમે પંજાબમાં ધારાસભ્યના પેન્શન બંધ કરી દીધા છે અને એ પૈસાથી શાળાઓ બનાવીએ છીએ : ભગવંત માન

પંજાબમાં અમારી સરકાર બન્યા પછી પણ અમે તરત જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું. પંજાબમાં અમે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે અને અમે લોકોને કહી દીધું છે કે જો કોઈ સરકારી બાબુ તમારી પાસે પૈસા માંગે તો ના ન પાડતા, પરંતુ તમારા મોબાઈલથી સરકારી બાબુનો વીડિયો બનાવો અને આ હેલ્પલાઈન નંબર પર વોટ્સએપ કરી દો, બાકીનું કામ સરકાર જોઈ લેશે. અત્યાર સુધી અમે 200 થી વધુ ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડીને જેલમાં ધકેલી દીધા છે. પંજાબમાં પહેલા ચાર-પાંચ વખત ધારાસભ્ય બનેલા ધારાસભ્યોને 4-5 લાખ જેટલું પેન્શન મળતું હતું, પરંતુ અમારી સરકાર આવતાં જ અમે આ પેન્શન બંધ કરી દીધું. અત્યાર સુધી અમારી સરકારે 20000 થી વધુ યુવાનોને સરકારી નોકરીઓમાં નિમણૂક પત્રો આપ્યા છે, અને અમે આ બધું માત્ર 7 મહિનામાં કરી બતાવ્યું છે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના પણ લાગુ કરી દીધી છે, જેનાંથી સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો થવાનો છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *