Boiling makhana in milk: દૂધમાં મખાણા ઉકાળવા ને ખાવાથી વધે છે હાડકા ની મજબૂતાઈ- વાંચો અન્ય ફાયદા વિશે

Boiling makhana in milk: દૂધમાં ઉકાળીને મખાણા ખાવાથી એનિમિયાની ઉણપ દૂર કરી શકાય

હેલ્થ ડેસ્ક, 04 ઓક્ટોબરઃBoiling makhana in milk: મખાણા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તેમાં સોડિયમ, કેલરી અને ચરબી ઓછી હોય છે. મખાણા માં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન ગુણ હોય છે. દૂધમાં ઉકાળીને મખાણા ખાવાથી એનિમિયાની ઉણપ દૂર કરી શકાય છે, જે લોકોમાં લોહીની ઉણપ હોય તેમના માટે તેનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે.

એટલું જ નહીં મખાણા અને દૂધના સેવનથી એનર્જી પણ વધારી શકાય છે. તો આજે અમે તમને દૂધમાં ઉકાળીને મખાણા ખાવાના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. અહીં જણાવવામાં આવ્યું છે કે દૂધ સાથે મખાણાનું સેવન કરવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

  • દૂધ અને મખાણાના સેવનથી હૃદયને સ્વસ્થ(heart health) રાખી શકાય છે. મખાણામાં આલ્કલોઇડ નામનું તત્વ જોવા મળે છે. તેમાં કેટલાક ખાસ પોષક તત્વો મળી આવે છે જે હૃદય સંબંધિત જોખમ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
  • જો તમને નબળાઈ અને ઉર્જાનો અભાવ લાગે છે, તો તમે મખાણા નું દૂધ લઈ શકો છો. મખાણા અને દૂધમાં સારી માત્રામાં પ્રોટીન અને પોષક તત્વો મળી આવે છે, જે શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Why gold jewelry can be worn on the feet: કેમ નથી પહેરાતા પગમાં સોનાના ઘરેણાં?, વાંચો આ છે કારણ

  • જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો દૂધ અને મખાણા નું એકસાથે સેવન કરો. મખાણામાં ફાઈબરના ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. માત્ર ફાઈબર જ નહીં પરંતુ તેમાં આયર્ન, કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે, જે પેટમાં ગેસ, અપચોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
  • દૂધ અને મખાણાબંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, આ બંનેનું એકસાથે સેવન કરવાથી નબળા હાડકાંની સમસ્યાથી છુટકારો મળે છે.
  • જો તમે તણાવની સમસ્યાથી પરેશાન છો તો મખાણા ખાઓ. રાત્રે સૂતા પહેલા દૂધ સાથે મખાણા નું સેવન કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. તેના સેવનથી તણાવની સમસ્યા દૂર કરી શકાય છે.

આ પણ વાંચોઃ First indigenous fighter helicopter: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત કરી, પ્રથમ સ્વદેશી યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડને ભારતીય એરફોર્સ અને ભૂમિદળમાં સામેલ

Gujarati banner 01