Side effects of Pineapple

Side effects of Pineapple: આ ફળના વધુ પડતા સેવન થી થઇ શકે છે સ્વાસ્થ્ય ને નુકસાન-જાણો તેની આડઅસર વિશે

Side effects of Pineapple: અનાનસમાં વિટામિન સી, ફાઈબર, કેલ્શિયમ, મિનરલ્સ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી જેવા તત્વો હોય છે, જે શરીરને ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે

હેલ્થ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃSide effects of Pineapple: અનાનસનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. અનાનસ માત્ર ખાટા-મીઠા અને રસદાર ફળ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અનાનસ ઔષધીય ગુણોની ખાણ કહેવાય છે. અનાનસમાં વિટામિન સી, ફાઈબર, કેલ્શિયમ, મિનરલ્સ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી જેવા તત્વો હોય છે, જે શરીરને ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ કેટલીકવાર ફાયદાકારક વસ્તુઓ પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. હા, અનાનસનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. અનાનસનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. એલર્જીની સમસ્યા પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ અનાનસના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે.

  • ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ માત્રામાં અનાનસનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. અનાનસમાં નેચરલ શુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે શરીરમાં શુગર લેવલ વધારી શકે છે. જેના કારણે અનાનસનું વધુ માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં અનાનસનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ Radhashtami 2022: આજે રાધાષ્ટમી અને દૂર્વાષ્ટમી, વાંચો આજના દિવસનું ધાર્મિક મહત્વ

  • વધુ  માત્રામાં અનાનસનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. અનાનસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે અનાનસનું વધુ સેવન કરવાથી પેટમાં દુખાવો, ઉબકા, ઉલ્ટી, ઝાડા અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, અનાનસનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
  • વધુ પડતા  અનાનસનું સેવન કરવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોને અનાનસથી એલર્જીની સમસ્યા હોય છે.અનાનસનું વધુ માત્રામાં સેવન કરવાથી મોંમાં ખંજવાળ, જીભ અને હોઠ પર સોજો, ઉધરસ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Modasar: આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું મોડાસર ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે

Advertisement
Gujarati banner 01