Radhashtami 2022

Radhashtami 2022: આજે રાધાષ્ટમી અને દૂર્વાષ્ટમી, વાંચો આજના દિવસનું ધાર્મિક મહત્વ

Radhashtami 2022: પદ્મપુરાણમાં બ્રહ્મખંડના સપ્તમ અધ્યાયમાં નારદજી અને બ્રહ્માજીની વાતચીતનો પ્રસંગ છે જેમા રાધાજીના જન્મોત્સવનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

ધર્મ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃRadhashtami 2022: આજે ભાદરવા સુદ આઠમ તિથિ છે. આ દિવસે રાધાષ્ટમી અને દૂર્વાષ્ટમી ઊજવવામાં આવે છે. દ્વાપર યુગમાં આ તિથિએ શ્રીકૃષ્ણની શક્તિ તરીકે દેવીએ રાધાજીના સ્વરૂપમાં અવતાર લીધો હતો. જે પ્રકારે ભગવાન સમયે-સમયે અવતાર લે છે, તેવી જ રીતે તેમની શક્તિ પણ અવતાર લે છે.

પદ્મપુરાણમાં બ્રહ્મખંડના સપ્તમ અધ્યાયમાં નારદજી અને બ્રહ્માજીની વાતચીતનો પ્રસંગ છે. આ અધ્યાયમાં રાધાજીની જન્માષ્ટમીના વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Importance of Durwa: શા માટે ગણેશજીને ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો મહત્વ

સીતા-રામનું અવતરણ નોમ તિથિએ અને રાધા-કૃષ્ણનો અવતાર આઠમ તિથિએ થયો
શ્રીરામનો અવતાર ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ થયો હતો. દેવી સીતાનો અવતાર વૈશાખ સુદ નોમ તિથિએ થયો હતો. ઠીક તેવી જ રીતે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને રાધાનો અવતાર આઠમ તિથિએ થયો હતો. જોકે, શ્રીમદભાગવત પુરાણમાં રાધાજીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જન્માષ્ટમી વ્રત સમાન રાધાષ્ટમીનું મહત્તવ
ભાદરવા સુદ પક્ષની આઠમ તિથિએ બપોરના સમયમાં વૃષભાનુની પત્ની કીર્તિએ રાધાજીને જન્મ આપ્યો હતો. વૃષભાનુ અને તેમની પત્ની કીર્તિએ પાછલા જન્મમાં કઠોર તપ કર્યું હતું, જેના પ્રભાવથી તેમના ઘરમાં દેવી રાધાજી સ્વરૂપમાં પ્રકટ થયાં. રાધાષ્ટમી વ્રતનું પણ તેવું જ ફળ મળે છે જેવું શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના વ્રતથી મળે છે.

राधा अष्टमी 2022: तिथि, पूजा विधी, मंत्र और महत्व - Rgyan

રાધાષ્ટમી વ્રતની વિધિ
જે લોકો આ વ્રત કરે છે, તેમણે રાધાજી સાથે જ શ્રીકૃષ્ણનું પણ પૂજન કરવું જોઈએ. રાધા-કૃષ્ણને નવા વસ્ત્ર, અત્તર, હાર-ફૂલ, ભોગ, ચંદન વગેરે વસ્તુઓ ચઢાવવી જોઈએ. ભોગમાં માખણ-મિસરી અને તુલસી રાખો.


રાધા-માધવનું ધ્યાન કરીને મંત્રજાપ અને ભજન કરવા અથવા સાંભવા. આ વ્રત કરવાથી શ્રીકૃષ્ણની કૃપા પણ મળે છે. જે લોકો રાધાજીની ભક્તિ કરે છે, તેમના ઘરે દેવી લક્ષ્મીની કૃપા હંમેશાં રહેતી નથી.

આ પણ વાંચોઃ Modasar: આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું મોડાસર ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે

Gujarati banner 01