Gold found from river in rainy days

Gold found from river in rainy days: દરવર્ષે વરસાદની સિઝનમાં અહીંથી મળી આવે છે સોનુ…! વાંચો ભારતના આ સ્થળ વિશે

Gold found from river in rainy days: નદીઓમાં વહેતી રેતીને ચાળીને સોનુ કાઢે છે, ત્યારબાદ તેને બજાર લઈ જવામાં આવે છે

જાણવા જેવું, 14 સપ્ટેમ્બરઃ Gold found from river in rainy days: આપણા દેશમાં એક એવી નદી છે, જે વરસાદના દિવસોમાં સોનું આપે છે. સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી ગયા હશો પરંતુ તે સત્ય હકીકત છે. આ નદીની આસપાસ વસેલા લોકો નદીમાં પૂર આવવાની દર વર્ષે રાહ જોતા હોય છે.

આ વાત છે, બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લામાં સ્થિત રામનગરમાં વિસ્તારની. અહીં આસપાસના અમુક ગામોમાં લોકોને દર વર્ષે વરસાદની સિઝનમાં સોનું મળે છે. તે લોકોને સોનુ કોઈ બીજી જગ્યાએથી નહીં પરંતુ નદીમાંથી પ્રાપ્ત થાય છે. લોકોનું કહેવું છે કે આ નદીઓ બલૂઈ કાપન અને સોનહા છે, જે દર વર્ષે પોતાની સાથે સોનાને લઈને આવે છે. અહીંયાના લોકો ચાળીને સોનાને કાઢે છે અને સંપૂર્ણ વર્ષ તેનાથી પોતાનું જીવન પસાર કરે છે.

આ પણ વાંચોઃ High Protein Foods: તમે શાકાહારી છો, તો આ વસ્તુમાંથી મેળવો ભરપુર પ્રોટીન

Advertisement

જો કે સાંભળવામાં જેટલું સરળ લાગી રહ્યું છે એટલું સરળ હોતું નથી. બિહારમાં વરસાદના સમયમાં એક ખુબ જ મોટી સમસ્યા રહી છે. પુરનાં સમયમાં આ નદીઓ પણ ભયાનક રૂપ લઈ લેતી હોય છે. આ ગામના લોકો નદીમાં પાણી ઓછું થવાની રાહ જોતા હોય છે. આ નદીનું પાણી ઓછું થતાં જ લોકો સોનુ શોધવા માટે નિકળી પડે છે.

નદીઓમાં વહેતી રેતીને ચાળીને સોનુ કાઢે છે, ત્યારબાદ તેને બજાર લઈ જવામાં આવે છે.આ વિસ્તારોમાં આવું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આદિવાસીઓ પહાડી નદીઓમાંથી સોનુ કાઢવાનું કામ ઘણા વર્ષોથી કરી રહ્યા છે. પરંતુ દરેક વખતે નસીબ સારા હોતા નથી. ઘણીવાર આખો દિવસ મહેનત કરવા છતાં પણ કંઈપણ હાથ લાગતું નથી.

Whatsapp Join Banner Guj

Advertisement