besan face pack

Beauty tips for oily skin: ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે બેસનથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરો…! વાંચો વિગત

Beauty tips for oily skin: તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકે છે

બ્યુટી ટિપ્સ: Beauty tips for oily skin: સુંદર અને ઓઇલ ફ્રી ચહેરો દરેકને ગમે છે. પરંતુ જેની ઓઇલી સ્કિન હોય છે. ઘણી વખત ત્વચા પર તૈલ રહેવાથી ચિપચિપુ લાગ્યા કરે છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકે છે અને તમારી સ્કિન ખુલીને શ્વાસ લેવા લાગશે. કારણ કે, ચહેરાથી વધારાનું તેલ દૂર થવાથી રોમછિદ્રોને પર્યાપ્ત ઑક્સિજન મળી શકશે. જાણો, સ્કિન માટે બેસનના ઉપયોગ વિશે…

ઑઇલી સ્કિન માટે બેસનનું ફેસ પેક :- ઑઇલી સ્કિન(Beauty tips for oily skin)થી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે. 

બેસન અને દહીનું ફેસપેક :- દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે. તેના માટે થોડુક બેસન લઇને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો. 

આ પણ વાંચોઃ Delta variant in China: ચીનમાં ફરી શરૂ થયો કોરોનાનો કહેર, ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ આપી આ સલાહ

બેસન અને દૂધ ફેસપેક :- તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે. તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. 

બેસન અને હળદર ફેસપેક :- બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે. તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો.. 

બેસન અને ટામેટાનું ફેસપેક :- તમે ટામેટાની મદદથી ટેનિંગ દૂર કરી શકો છો અને બેસન ઑઇલ દૂર કરવામાં મદદ કરે છે. બેસનમાં થોડોક ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી ધોઇ નાંખો. 

Whatsapp Join Banner Guj