PM Modi

Hindi divas: PM મોદીએ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી કહી આ મોટી વાત- વાંચો વિગત

Hindi divas: દુનિયામાં ચોથી સૌથી વધારે બોલાતી ભાષા

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ Hindi divas: આજનો દિવસ આપણે હિંદી દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી અને સમજાયેલી ભાષાઓમાંની એક છે. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યુ કે તમામના પ્રયાસોથી આ ભાષા વૈશ્વિક મંચ પર સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.

પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, આપ તમામને હિંદી દિવસની શુભકામનાઓ. હિંદીને એક સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં અલગ-અલદ ક્ષેત્રોના લોકોએ ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ આપ સૌના પ્રયાસોનુ જ પરિણામ છે કે વૈશ્વિક મંચ પર હિંદી સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.

હિંદીને 14 સપ્ટેમ્બર 1949એ રાજભાષા(Hindi divas)નો દરજજો આપવામાં આવ્યો, આ દિવસને હિંદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે હિંદી જનમાનસની ભાષા છે અને આને દેશની રાષ્ટ્રભાષા બનાવવાની ભલામણ પણ કરી હતી.

સંવિધાન સભાએ દેવનાગરી લિપિ વાળી હિંદીની સાથે જ અંગ્રેજીને પણ સત્તાકીય ભાષા તરીકે સ્વીકાર કર્યો હતો પરંતુ 1949માં 14 સપ્ટેમ્બરના દિવસે સંવિધાન સભાએ હિંદીને જ ભારતની રાજભાષા(Hindi divas) જાહેર કરી. જોકે પહેલા હિંદી દિવસ 14 સપ્ટેમ્બર 1953એ મનાવવામાં આવ્યો હતો.

હિંદીની વધતી લોકપ્રિયતાનો અંદાજ આ વાતથી લગાવાવમાં આવી શકે છે કે આજે દુનિયામાં હિંદી ચોથી સૌથી વધારે બોલાનારી ભાષા બની ચૂકી છે. સમગ્ર દુનિયામાં હિંદી બોલનારની સંખ્યા લગભગ 75-80 કરોડ છે.

આ પણ વાંચોઃ Gold found from river in rainy days: દરવર્ષે વરસાદની સિઝનમાં અહીંથી મળી આવે છે સોનુ…! વાંચો ભારતના આ સ્થળ વિશે

ભારતમાં લગભગ 77 ટકા લોકો હિંદી લખે, વાંચે, બોલે અને સમજે છે. હિન્દી પ્રત્યે દુનિયાની વધતી ચાહતનો એક નમૂનો એ છે કે આજે વિશ્વના લગભગ 176 યુનિવર્સિટીઓમાં હિંદી(Hindi divas) એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. 

દુનિયામાં ચોથી સૌથી વધારે બોલાતી ભાષા

ભારત ઉપરાંત નેપાળ, મોરેશિયસ, ફિજી, સુરીનામ, યુગાન્ડા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને કેનેડા જેવા ઘણા દેશોમાં હિન્દી ભાષીઓની સંખ્યા છે. સંખ્યાઓ નોંધપાત્ર છે. આ સિવાય, ઇંગ્લેન્ડ, અમેરિકા, મધ્ય એશિયામાં પણ આ ભાષા બોલતા અને સમજતા સારા લોકો છે.

Whatsapp Join Banner Guj