oldest Competitive Powerlifter: 100 વર્ષની ઉંમરે દાદીએ ‘દુનિયાનાં સૌથી વૃદ્ધ પાવરલિફ્ટર’નો બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ- જુઓ વીડિયો

oldest Competitive Powerlifter: એડિથ ફ્લોરિડાના રહેવાસી છે અને હાલમાં જ તેઓ 100 વર્ષનાં થયા છે. તેઓ 15થી 60 કિલો વજનનું લિફ્ટિંગ કરે છે.

નવી દિલ્હી, 07 ઓગષ્ટ: oldest Competitive Powerlifter: 100 વર્ષીય દાદીમાએ તેમના ટેલેન્ટથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એડિથ મુર્વે 100 વર્ષની ઉંમરે પાવરલિફ્ટિંગ કરે છે. તેઓ દુનિયાનાં સૌથી વૃદ્ધ પાવરલિફ્ટર બની ગયા છે. એડિથ ફ્લોરિડાના રહેવાસી છે અને હાલમાં જ તેઓ 100 વર્ષનાં થયા છે. તેઓ 15થી 60 કિલો વજનનું લિફ્ટિંગ કરે છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડે આ દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આખી દુનિયાને પ્રેરણા આપી. વીડિયોમાં દાદીને આરામથી પાવર લિફ્ટિંગ(oldest Competitive Powerlifter) કરતા જોઈ શકાય છે.

એડિથે તેમની એક મિત્રની સાથે 91 વર્ષની ઉંમરે પાવર લિફ્ટિંગ શરુ કર્યું. તેઓ પહેલાં ડાન્સ ટીચર હતાં. એક દિવસે તેના મિત્રએ જીમમાં આવવા માટે કહ્યું. એડિથે જીમમાં ઘણી બધી મહિલાઓને લિફ્ટિંગ કરતા જોયા. એડિથે કહ્યું, મેં તે લોકોને જીમમાં જોય અત્યારે વિચાર્યું કે હું પણ આ કામ કરું છું. મેં પાવર લિફ્ટિંગ ચાલુ કર્યું અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચોઃ Recruitment NPCIL: NPCILએ ટ્રેડ એપ્રેન્ટિસની 173 જગ્યા પર ભરતી જાહેર કરી, 10 પાસ કેન્ડિડેટ્સ કરી શકે છે અપ્લાય- વાંચો વિગત

થોડા સમય પછી એડિથને પાવર લિફ્ટિંગ કરવામાં મજા આવતી ગઈ. તેમને જીમમાં આવવું ખૂબ ગમે છે. હાલ તો તેઓ ટ્રોફી કોઈ પર્સને ઉપાડતા હોય એમ સરળતાથી ઉપાડી લે છે. આ પાવરફુલ દાદીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સિવાય અન્ય રેકોર્ડ પણ જીત્યા છે. તેઓ દુનિયાના અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે કે, તમારી ઉંમર ભલે ગમે તેટલી હોય પણ જો મનથી મજબૂત હશો તો કોઈ કામ કરવામાં અડચણ નહીં આવે. દાદીનો વીડિયો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ તેમના વખાણ કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj