Recruitment NPCIL

Recruitment NPCIL: NPCILએ ટ્રેડ એપ્રેન્ટિસની 173 જગ્યા પર ભરતી જાહેર કરી, 10 પાસ કેન્ડિડેટ્સ કરી શકે છે અપ્લાય- વાંચો વિગત

Recruitment NPCIL: સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 7700 રૂપિયાથી લઈને 8855 રૂપિયાનું સ્ટાઈપેંડ આપવામાં આવશે

નવી દિલ્હી, 07 ઓગષ્ટઃ Recruitment NPCIL: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL)એ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 16 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 173 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

યોગ્યતા
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITIનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

આ પણ વાંચોઃ Reliance future retail deal: સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલ પર પ્રતિબંધ લગાવ્યો, અમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો- વાંચો વિગત

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 24 વર્ષ હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ITIમાં મેળવેલા માર્ક્સને આધારે કરવામાં આવશે.

સ્ટાઈપેંડ
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 7700 રૂપિયાથી લઈને 8855 રૂપિયાનું સ્ટાઈપેંડ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભાલા ફેંકમાં નીરજ ચોપરાની સુવર્ણ જીત- ગોલ્ડ મેડલ કર્યો પોતાને નામ, તો બીજી તરફ બજરંગ પુનિયા કુશ્તીમાં મેળવ્યો બ્રોન્સ મેડલ

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 16 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ક્લિક કરો.

Whatsapp Join Banner Guj