Amitabh Bachchan 600x337 1

Bombs in mumbai: બિગબીના બંગલા સહિત મુંબઈના 3 વિસ્તારમાં બોમ્બો હોવાની વાતો, કોલ કરનાર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી- વાંચો વિગત

Bombs in mumbai: મુંબઈ પોલીસે તરત અલર્ટ જાહેર કરતા બીગ બીના ઘર બહાર BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમ તૈનાત કરી દીધી

બોલિવુડ ડેસ્ક, 07 ઓગષ્ટઃ Bombs in mumbai: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અત્યારે ચર્ચામાં આવી ગયા છે જ્યારે એક કોલરે મુંબઈ પોલીસને કોલ કરીને તેમના બંગલા જલસામાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. મુંબઈ પોલીસે તરત અલર્ટ જાહેર કરતા બીગ બીના ઘર બહાર BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમ તૈનાત કરી દીધી, જો કે, તપાસમાં કંઇ શંકાસ્પદ મળ્યું નથી. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે હવે આ કેસની તપાસમાં બે લોકોની ધરપકડ કરી લીધી છે.

એક અજાણન્યા કોલરે શુક્રવાર સાંજે મુંબઈ પોલીસને કોલ કરીને જાણકારી આપી હતી કે, અમિતાભ બચ્ચનના ઘર સહિત દાદર, સીએસટી અને ભાયખલામાં બોમ્બ રાખવામાં આવ્યો છે. કોલરે કોલ કરતી વખતે સ્પષ્ટ નહોતું કર્યું કે બિગ બીના કયા બંગલામાં બોમ્બ રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેમના ચારેય બંગલાની આસપાસના એરિયાની તપાસ કરવામાં આવી હતી. ફોન કોલને ગંભીરતથી લઈ પોલીસે જે નંબરથી ફોન આવ્યો હતો તેના પર કોલ કર્યો હતો. જેમાં ફોન કરનારા વ્યક્તિએ મને હેરાન ન કરો કહી ફોન કાપી નાંખ્યો હતો. તે બાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી દેતાં સંપર્ક થઈ શક્યો નહોતો.

PTIને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોલીસે કહ્યું, કોલ આવ્યાના તરત બાજ રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને BDDS ટીમ, ડોગ સ્કવોડ અને લોકલ પોલીસ મળીને લોકેશન પર પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ new rules for afghan women: અફઘાનિસ્તાનમાં યુવતીએ બુરખો ના પહેર્યો તો મોતને ઘાટ ઉતારી, મહિલાઓ પર લાગુ આ પ્રતિબંધ- વાંચો વિગતે

તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે કોલ કરીને મુંબઈના ચાર લોકેશનમાં બોમ્બ હોવાની જાણકારી આપનાર બે લોકોની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, આ બંને લોકોના નામ રાજૂ કાંગને અને રમેશ સિરસાઠ છે, જેમણે દારૂના નશામાં પોલીસને બનાવટી કોલ કર્યો હતો.

કેટલાક રિપોર્ટ્સ(Bombs in mumbai)ના અનુસાર, આ સર્ચ ઓપરેશન દરમિયાન બીગ બીને ખ્યાલ નહોતો કે તેમના બંગલાની બહાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના સૂત્રોના અનુસાર, ટીમને અંદાજ હતો કે આ એક બનાવટી કોલ હોઈ શકે છે, તેથી ટીમ દ્વારા બીગ બીને આ વાતની સૂચના નહોતી આપવામાં આવી. જ્યારે તપાસમાં કંઇ મળ્યું ન હતું, ત્યારે ટીમને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj