Concept Diagnostics: શરીરના કોઇ પણ રિપોર્ટ કરાવવા હવે ફરવુ નહીં પડે, અમદાવાદમાં શરુ થઇ છે કોનસ્પેટ ડાયગ્નોસ્ટિક્સ લેબ- વાંચો વિગત
Concept Diagnostics: દરેક પ્રકારના રિપોર્ટ એક જ જગ્યાએ અનુકૂળ અને આરામદાયક રીતે કોનસ્પેટ ડાયગ્નોસ્ટિક્સ લેબ ખાતે થાય છે
અમદાવાદ, 26 એપ્રિલઃ Concept Diagnostics: સામાન્ય રીતે શરીરમાં કોઇ પણ તકલીફ થાય છે ત્યારે ડોક્ટર બ્લડ ટેસ્ટ અથવા જે સમસ્યા થતી હોય તે લગતા રિપોર્ટ કરાવવાનું કહેતા હોય છેે. આ રિપોર્ટની સંખ્યા વધુ હોય અને દર્દીની તબિયત સારી ન હોવા છંતા તેણે એક થી બીજી લેબમાં ફરવુ પડે છે. તો હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે કોનસ્પેટ ડાયગ્નોસ્ટિક્સ લેબ.
જી, હાં તાજેતરમાં શરુ થયેલી આ લેબમાં તમામ પ્રકારના રિપોર્ટ થાય છે, ઉપરાંત અહીં દર્દીને લેવા માટે એમ્યુલન્સની પણ સગવડ છે. આ સાથે કોઇ ટ્રેની કે નર્સ નહીં પરંતુ જે તે ડિપાર્ટમેન્ટના નિષ્ણાંત દ્વારા જ ટેસ્ટ કરીને વ્યવસ્થિત રીતે રિપોર્ટની સમજ આપવામાં આવે છે. ત્યાર બાદ બીમારી વિશે ક્યા પ્રકારના ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઇએ તેની પણ માહિતી આપવામાં આવે છે.
કોનસ્પેટ ડાયગ્નોસ્ટિક્સના ડાયરેક્ટર ડો. સંજના ધારૈયાએ જણાવ્યું કે, અમારે ત્યાં પેશન્ટને અનુકુળ આવે તેવા વાતાવરણની વચ્ચે જે તે સમસ્યા હોય તેના નિવારણ માટે થતા તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. સામાન્ય માણસ રિપોર્ટ કરવા માટે બે ત્રણ લેબમાં ફરે ત્યારે તેના રિપોર્ટ બધા થાય છે, જ્યારે અમારે ત્યાં દરેક પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે. આ સાથે વ્યક્તિને મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું છે તેને ડોક્ટર પાસે જતા પહેલા જ સમજાવામાં આવે છે તેથી તેણે ક્યા પ્રકારના ડોક્ટરનો સંપર્ક કરો તેની તેને જાણ થઇ શકે.
આ પ્રકારના તમામ રિપોર્ટ થાય છે
કોન્સેપ્ટ ડાયગ્નોસ્ટિક્સ ખાતે એક છત હેઠળ તમામ નિદાન સુવિધાઓ મળે છે, જેમાં પેથોલોજી, રેડિયોલોજી ડાયગ્નોસ્ટિક્સ જેમ કે એક્સરે, મેમોગ્રાફી, 3D/4D સોનોગ્રાફી 2D ડોપ્લર, Ecg, 2D ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ જેવા તમામ કાર્ડિયોલોજી ટેસ્ટનો સમાવેશ થાય છે. અન્ય તપાસમાં દાંત, આંખ, ઓડિયોમેટ્રી, પીએફટીનો સમાવેશ થાય છે.
કોન્સેપ્ટ ડાયગ્નોસ્ટિક્સ વિશે વિગત મેળવવા તથા રિપોર્ટ કરાવવા નોંધ અહીં ક્લિક કરો.