Rashes Tips for Summer Season

Rashes Tips for Summer Season: ગરમીની સીઝનમાં પીઠ અને હાથ પર ફોલ્લી થવા લાગે છે તો કરો આ એક પ્રયોગ… વાંચો આ સમર ટિપ્સ

Rashes Tips for Summer Season: ગરમીથી થતી સ્કિનની સમસ્યાઓને દૂર કરવા અપનાવો આ ટિપ્સ

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 26 એપ્રિલઃ Rashes Tips for Summer Season: ઉનાળો શરૂ થતાં જ સૂર્યના કિરણોથી બચવા માટે મોટાભાગની મહિલાઓ અવનવા પ્રયોગો કરવા લાગે છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડી માણ્યા બાદ ગરમી અકળાવી મૂકે છે. ઘરની બહાર નીકળતા જ સ્કીન બળવા લાગતી હોય છે. સ્કીન પણ સૂર્યના કિરણોને કારણે કાળી પડવા લાગતી હોય છે. ઘણાં લોકોને સ્કીન પણ ઝીણી ઝીણી ફોલ્લી થવા લાગતી હોય છે. જેના કારણે વારંવાર તેના પણ ખંજવાળ આવવા લાગતી હોય છે.

ઘણી વાર ચહેરા પર ડાઘ-ધબ્બા પડવા લાગતા હોય છે. જેના કારણે ચહેરાની સુંદરતા ઓછી થવા લાગે છે. જેના લીધે અમુક છોકરીઓ ઉનાળામાં બહાર નીકળવાનું ટાળતી હોય છે. એ ઉપરાંત બ્લેક હેડ્સ, ખીલની સમસ્યા પણ થઈ જતી હોય છે. તે સિવાય પણ મહિલાઓને પીઠ અને હાથ પર ફોલ્લી થવા લાગતી હોય છે. તેનું મુખ્ય કારણ છે, ઓઇલી ત્વચા. ઘણા લોકોને ડેન્ડ્રફ અને ફિટ કપડાં પહેરવાથી પણ આ સમસ્યા થતી હોય છે. અને આ તકલીફ આખો ઉનાળો રહેતી હોય છે.

આવો આજે તમને જણાવીએ પીઠ અને હાથ પર ફોલ્લી શેના કારણે થાય અને તેને બચવા માટે ક્યા ઉપાયો કરવા

દવાઓના વધારે પડતા ઉપયોગથી થાય છે આ સમસ્યા-

કેટલીક મહિલાઓ પ્રોટીન અને સ્ટીરોઈડ લે છે, તેને આ સમસ્યા વધુ થતી હોય છે. કેટલાકને આ સમસ્યા થોડા સમય માટે થતી હોય છે. જેને પણ તકલીફ થતી હોય તેને સુતરાઉ કપડાંનો ઉનાળામાં ઉપયોગ વધુ કરવો. તમે બ્રા પહેરતા હોવ તો સારી બ્રાન્ડની અથવા તમે એવા કાપડની સ્પોર્ટ્સ બ્રા પહેરો જે તમારો પરસેવો શોષી લે. જેથી આવી કોઈ સમસ્યા થાય નહીં અને તમે આરામ દાયક કપડાં પહેરી શકો.

આ પણ વાંચોઃ Covaxin cleared for kids aged 6 to 12 years: 6થી 12 વર્ષના બાળકો કોરોનાની આ રસીને DCGIએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી- વાંચો વિગત

ઉનાળામાં ખીલ અને ફોલ્લી થવાની સમસ્યા હોય તો શું કરવું-

ઘણી મહિલાને ઉનાળો શરૂ થતાં જ ચહેરા પર અને પીછ પર ઝીણી ઝીણી ફોલ્લી થવાની સમસ્યા થવા લાગતી હોય છે. તેને વારંવાર ચહેરો ફેસવોશથી સાફ કરવો જોઈએ. જેથી ઓઈલી સ્કીન ન રહે. એ ઉપરાંત પણ જો તમે ખીલ, ફોલ્લીથી પરેશાન છો તો વાળમાં બને ત્યાં સુધી ઓછું તેલ નાખવું. વાળમાં વધારે પડતું તેલ ચહેરા પર ખીલની સમસ્યા ઉત્પન્ન કરતી હોય છે.

માત્ર ઉનાળામાં જ પીઠ અને હાથ પર કેમ થાય છે ફોલ્લી-

કેટલીક મહિલાઓને ઉનાળાની સીઝનમાં જ આ તકલીફ વધારે થતી હોય છે. જેને ડૉક્ટરની ભાષામાં મિલિયા કહેવામાં આવે છે. ઘણી મહિલાઓને ઉનાળામાં વધારે પરસેવો થતો હોય છે, જેના લીધે સ્કીનના છિદ્રો ભરાઈ જાય છે. અંતે ફોલ્લી અને ખીલ થવા લાગે છે. ઘણી વાર નિષ્ણાતો પણ કહેતા હોય છે કે જેને આ સમસ્યા રહેતી હોય તેમણે બે વાર સ્નાન કરવું અને સુતરાઉના કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે બની શકે તો બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન અચૂક લગાવવું. જેથી સ્કીન વધારે ડેમેજ ન થાય.

ઓઇલી ત્વચા, ફાસ્ટફૂડ અને મીઠી વસ્તુઓથી રહો દૂર-

જે મહિલાને ઉનાળામાં આ સમસ્યા રહેતી હોય તેને વધારે પડતું ફાસ્ટફૂડ ખાવાનું ટાળવું જોઈએ. એ સિવાય પણ જો ખીલની સમસ્યા હોય તો મીઠી વસ્તુના સેવનથી દૂર રહેવું જોઈએ. આ બધી વસ્તુની પરેજી પાડતા હોવ તો પણ જો તકલીફ દિવસેને દિવસે વધતી જતી હોય તો સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી. જેથી પીઠ પર થતી ફોલ્લી તમને વધુ હેરાન ન કરે.

નોંધઃ આ ટિપ્સ અપનાવતા પહેલા તમારી સ્કિનને કોઇ રિએક્શન આવતુ નથી ને? તે જાણી લેવુ તથા એક વખત સ્કિન સ્પેસ્યાલિસ્ટની સલાહ લેવી.

આ પણ વાંચોઃ Water crisis: ગુજરાતમાં ઉભુ થયું જળસંકટ, રાજ્યના 33માંથી 13 જિલ્લાના ડેમ ખાલી

Gujarati banner 01