Arun lal crickter

Former cricketer Arun Lal: 66 વય ના ભૂતપૂર્વ ક્રિકેટર 38 વર્ષની બુલબુલ સાથે કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન

Former cricketer Arun Lal: અરુણ લાલ હાલમાં બંગાળની રણજી ટીમના કોચ છે અને 66 વર્ષીય અરુણ લાલ લાંબા સમયથી બુલબુલ સાથે સંબંધમાં છે.

અમદાવાદ, 25 એપ્રિલ: Former cricketer Arun Lal: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલ 2 મે, 2022 ના રોજ એક ખાનગી સમારંભમાં તેમના લાંબા સમયના મિત્ર, વ્યવસાયે શિક્ષક, બુલબુલ સાહા સાથે લગ્ન કરશે. અરુણ લાલ હાલમાં બંગાળની રણજી ટીમના કોચ છે અને 66 વર્ષીય અરુણ લાલ લાંબા સમયથી બુલબુલ સાથે સંબંધમાં છે. અરુણ લાલના આ બીજા લગ્ન હશે. તેઓએ પહેલા લગ્ન કર્યા હતા પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા.

મીડિયા અહેવાલો સૂચવે છે કે અરુણ લાલે થોડા સમય પહેલા 38 વર્ષીય બુલબુલ સાથે સગાઈ કરી હતી અને બંને તેને આવતા મહિને સત્તાવાર કરશે. પરસ્પર સંમતિ બાદ અરુણ લાલે તેની પ્રથમ પત્ની રીનાને છૂટાછેડા આપી દીધા હતા, પરંતુ રીનાની બીમારીને કારણે અરુણ લાલ લાંબા સમયથી તેની સાથે રહે છે. એવું પણ કહેવાય છે કે લગ્ન પછી બંને બીમાર રીનાની સંભાળ લેશે.

મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે (Former cricketer Arun Lal) ભૂતપૂર્વ ક્રિકેટરે  તેની પ્રથમ પત્નીની સંમતિ લીધી હતી અને તેની સંમતિ પછી જ બુલબુલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના લગ્નના આમંત્રણની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બંને કોલકાતાના પીયરલેસ ઈન ખાતે લગ્નના બંધનમાં બંધાશે. તેમના કેટલાક સાથી ખેલાડીઓ, બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને તેમના નજીકના મિત્રો લગ્નમાં હાજરી આપશે.

અરુણનો જન્મ 1955માં ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. અરુણને 2016માં કેન્સર થયું હતું, જેને કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. એ પછી એમણે કેન્સર ને  માત આપીને બંગાળ ટીમના કોચની કમાન સંભાળી હતી. અરુણે તેમની ક્રિકેટ કારકિર્દીમાં 16 ટેસ્ટ 13 વનડે રમી છે. આ દરમિયાન એમણે ટેસ્ટમાં 729 અને વનડેમાં 122 રન બનાવ્યા છે.

આ પણ વાંચો..Rashes Tips for Summer Season: ગરમીની સીઝનમાં પીઠ અને હાથ પર ફોલ્લી થવા લાગે છે તો કરો આ એક પ્રયોગ… વાંચો આ સમર ટિપ્સ

Gujarati banner 01