District Planning Board meeting for the financial year 2022-23: નાણાકીય વર્ષ 2022-23ના જિલ્લા આયોજન મંડળની બેઠક ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ
District Planning Board meeting for the financial year 2022-23: ઋષિકેશભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પ્રભારીમંત્રીએ કહ્યું, પ્રજાને સ્પર્શતા મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો
ગાંધીનગર, 26 એપ્રિલઃ District Planning Board meeting for the financial year 2022-23: અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે અમદાવાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા વર્ષ 2022-23 ના વાર્ષિક આયોજન માટેની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં રૂ.1174 લાખની જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે બેઠકને અધ્યક્ષતાસ્થાને થી સંબોધતા અધિકારીઓ અને પદાધિકારીઓને કહ્યું કે,” પ્રજાના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો અને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરો.”
પ્રભારીમંત્રીએ જિલ્લાના ધારાસભ્યોઓની રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક પ્રતિસાદ આપી સુમેળભર્યા વાતાવરણમાં તેનું ઉકેલ આણવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે આ તબક્કે જિલ્લામાં વિકાસ કાર્યો માટેની ગ્રાન્ટ વણવપરાયેલી ન પડી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીએ મિટિંગમાં મંજૂર થયેલા કામોના તાંત્રિક અંદાજ ૧૫મી સુધીમાં રજૂ કરવા માટે અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્યઓ રાજ્યસભાના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, નગરપાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર સંદીપ સાગલે , જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેકટર પરિમલભાઈ પંડ્યા, નાયબ કલેકટર યોગીરાજ સિંહ ગોહિલ,જિલ્લા આયોજન અધિકારી રોહિતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, નગર પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.