edible oil

Distribution of groundnut oil: ૭૧ લાખ કાર્ડ ધારકોને રૂ.૧૦૦ના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ

Distribution of groundnut oil: છેવાડાનો માનવી ભૂખ્યો ના સુવે એની ચિંતા અમે કરી રહ્યા છીએ:અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ

ગાંધીનગર, 22 સપ્ટેમ્બરઃDistribution of groundnut oil: અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્યું છે કે, રાજયનો છેવાડાનો માનવી પણ ભૂખ્યોના સુવે એની ચિંતા છેલ્લા ૨૭ વર્ષથી અમારી સરકાર કરી રહી છે.એટલુંજ નહી ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એની પણ સંપૂર્ણ ચિંતા અમે કરીને ખેડૂતોના પડખે ઉભા રહીને ખરીદી પણ કરી છે.

આજે વિધાનસભા ખાતે ખાદ્યતેલના ભાવો અકુશમાં રાખવા અગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુંતરમાં મંત્રીએ ઉમેર્યું કે,ખેડૂતો અને નાગરિકો બંન્નેની ચિંતા કરતી આ સરકાર છે. ગરીબોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ
રાજ્યના 71 લાખ કાર્ડ ધારકોને પહેલીવાર રાહતદરે સીંગતેલનું વિતરણ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Municipalities Bill: ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક- 2022 ગુજરાતની વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર

Advertisement

મંત્રી એ ઉમેર્યું કે,યુક્રેનના યુધ્ધના પરિણામે આતર રાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલના આયાત નિકાસમાં પ્રશ્નો હતા પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગરીબ પરિવારોને કોઈપણ તકલીફ પડવા દીધી નથી.

તેમણે કહ્પું કે,ગરીબ પરિવારો ને ખાદ્યતેલ આપવા માટે મુખ્યમંત્રી એ રાહતદરે સીંગતેલ પુરૂ પાડવા માટેનો નિર્ણય કર્યો છે અને ગરીબ પરિવારોને પહેલીવાર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરાશે.જેનો લાભ ૭૦ લાખ કાર્ડધારકોને મળશે આ માટે રાજય સરકાર રૂ.૯૭ની સબસીડી નાગરિકો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના ૬૬.૬૭ લાખ ગરીબ પરિવારને પ્રતિ કુટુંબ એક લીટર સીંગતેલનું વિતરણ રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે.અને આ મુજબ આગામી દિવાળીના તહેવારોમાં પણ વિતરણ કરાશે જેની શરૂઆત તા.૧લી ઑકટોમ્બરથી કરાશે.

Advertisement

આ પણ વાંચોઃ 7th Pay Commission DA Hike Update: સરકારે સાતમા પગાર પંચ મુજબ પ્રમોશન માટે ન્યૂનતમ સેવા શરતોમાં થશે ફેરફાર, સરકારે લીધો નિર્ણય

Gujarati banner 01