flight

International flight ban: ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવાયો, જો કે આ રૂટ ઉપર ફ્લાઇટો ચાલુ રહેશે- વાંચો વિગત

International flight ban: કેટલાંક પસંદગીના રૂટ ઉપર પ્રત્યેક કેસના આધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઉડ્ડયનને મંજૂરી આપવામાં આવી છે

નવી દિલ્હી, 30 ઓગષ્ટ: International flight ban: કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં ફાટી નીકળેલી મહામારીના પગલે ઇન્ટરનેશનલ પ્લાઇટોની આવન-જાવન ઉપર મૂકાયેલા પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવે છે એમ ડીરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન(ડીજીસીએ) દ્વારા આજે બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

જો કે કેટલાંક પસંદગીના રૂટ ઉપર પ્રત્યેક કેસના આધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ(International flight ban)ના ઉડ્ડયનને મંજૂરી આપવામાં આવી છે એમ યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના વૈશ્વિક સ્તરે ફાટી નીકળલા રોગચાળાના પગલે ભારત સરકારે 23 માર્ચ-2020થી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઉડ્ડયન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો.

આ પણ વાંચોઃ Happy janmashtami: જન્માષ્ટમીના રહસ્યોને સમજી તેની અલૌકિક ઉજવણી કરીએ

જો કે જુલાઇ-2020માં કેટલાંક દેશો સાથે કરાયેલી એર બબલ વ્યવસ્થા અંતર્ગત શરૂ કરાયેલા વંદે ભારત મિશન હેઠળ કેટલાંક પસંદગીના રૂટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટોના ઉડ્ડનો ચાલુ રખાયા હતા.

ખાસ તો વિદેશોમાં ફસાઇ ગયેલા અને વતન પાછા પરવા માંગતા ભારતીયોની મદદ માટે આ મિશન શરૂ કરાયું હતું. જેની કામગીરીને બાદમાં લંબાવવામાં આવી હતી. ભારતે યુએસ, યુકે, યુએઇ, કેન્યા, ભુટાન અને ફ્રાન્સ સહિતના કુલ 28 દેશો સાથે એર બબલ વ્યવસ્થા માટે એક સમજૂતિ કરી હતી. આ સમજૂતિ અંતર્ગતઆ દેશો તેઓની એરલાઇન્સ કંપનીઓની ફ્લાઇટ એકબીજાના દેશોમાં અવર-જવર કરી શકે છે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: અવનિ લેખરાનો શૂટિંગમાં કમાલ, ભારતને અપાવ્યો ગોલ્ડ- વાંચો સંપૂર્ણ વિગત

Whatsapp Join Banner Guj