Kabul airport rocket attack

Kabul airport rocket attack: કાબુલ એરપોર્ટ પર ફરી એક વખત રોકેટ વડે હુમલો, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kabul airport rocket attack: 31 ઓગષ્ટ સુધીમાં અમેરિકી સેનાએ કાબુલ છોડવાનું છે અને તે પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

કાબુલ, 30 ઓગષ્ટઃ Kabul airport rocket attack: અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે ફરી એક વખત રોકેટનો મારો ચાલ્યો હતો. સવારે આશરે 6:40 કલાકે કાબુલ એરપોર્ટ પાસે રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો પ્રમાણે એક વાહનમાંથી આ રોકેટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 

આ રોકેટ્સના કારણે અલગ-અલગ જગ્યાઓએ ધૂમાડાના ગોટે-ગોટા ઉઠ્યા હતા અને અનેક જગ્યાએ આગ પણ લાગી છે તથા કેટલાય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે કોણે આ રોકેટ હુમલો કર્યો તેની કોઈ જાણકારી સામે નથી આવી.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે કાબુલ એરપોર્ટ પાસે યુનિવર્સિટીના કિનારેથી એક વાહનમાંથી રોકેટનો મારો કરવામાં આવ્યો હતો. કાબુલ એર ફીલ્ડ ડિફેન્સ સિસ્ટમે અનેક રોકેટ્સને નકામા બનાવી દીધા હતા. 

ઉલ્લેખનીય છે કે, 31 ઓગષ્ટ સુધીમાં અમેરિકી સેનાએ કાબુલ છોડવાનું છે અને તે પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. અગાઉ પણ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 13 અમેરિકી સૈનિક સહિત સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

આ પણ વાંચોઃ International flight ban: ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવાયો, જો કે આ રૂટ ઉપર ફ્લાઇટો ચાલુ રહેશે- વાંચો વિગત

ત્યાર બાદ અમેરિકા દ્વારા કાબુલમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં ISIS-Kના આતકંવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. રવિવારે થયેલી એક સ્ટ્રાઈકમાં સામાન્ય લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે અમેરિકા દ્વારા પહેલેથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે 31 ઓગષ્ટ સુધી કાબુલ એરપોર્ટ પર અનેક હુમલા કરવામાં આવી શકે છે. 

Whatsapp Join Banner Guj