PM Kisan Samman Nidhi Yojana Update : દિવાળી પહેલા PM મોદી આપશે ખેડૂતોને મોટી ભેટ- જાણો વિગત

PM Kisan Samman Nidhi Yojana Update: દિવાળી પહેલા 17 ઓક્ટોબરે પીએમ કિસાન સમ્માન નિધિનો 12મો હપ્તો જાહેર કરવામાં આવશે

નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ PM Kisan Samman Nidhi Yojana Update: મોદી સરકાર તરફથી કિસાનોને આર્થિક મદદ માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં કિસાનોને હપ્તા દ્વારા 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. રાશિને 4 મહિનાના અંતરમાં બે-બે હજાર રૂપિયા કરી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે દિવાળી પહેલા 17 ઓક્ટોબરે પીએમ કિસાન સમ્માન નિધિનો 12મો હપ્તો જાહેર કરવામાં આવશે. પાત્ર કિસાનોને પીએમ મોદી ખુદ ભેટ આપશે.

એક કાર્યક્રમ દરમિયાન 12માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.  પીએમ મોદી એક રિમોટ દબાવશે અને ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. પરંતુ આ વખતે અયોગ્ય ઠેરવવામાં આવેલા કિસાનોને તેનો લાભ મળશે નહીં. નોંધનીય છે કે માત્ર ઉત્તર પ્રદેશમાં 21 લાખ લાભાર્થી કિસાનોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં છે. 

આ પણ વાંચોઃ Mukesh Ambani at Badrinath and Kedarnath Dhams: RILના ચેરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કરી

પીએમ કિસાનનો 12મો હપ્તો જેને મળવાના છે તે કિસાનોના લિસ્ટ પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે. આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવનાર કિસાનોની સંખ્યામાં ઘટાડો થવાનું નક્કી છે. હકીકતમાં યોજના હેઠળ 12માં હપ્તાના પૈસા સપ્ટેમ્બરમાં ટ્રાન્સફર થવાના હતા. પરંતુ જમીનનું વેરિફિકેશન અને ઈ-કેવાઈસીમાં વિલંબને કારણે હજુ 12મો હપ્તો ટ્રાન્સફર થયો નથી. જે કિસાનોને આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, તેને હવે પીએમ કિસાન નિધિ યોજના હેઠળ આ મદદ મળશે નહીં. 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર્ડ સૌથી વધુ લાભાર્થીઓની સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે પરંતુ તપાસ બાદ 21 લાખ લાભાર્થીઓને અયોગ્ય ઠેરવી દેવામાં આવ્યું નથી. એટલું જ નહીં અયોગ્ય ઠેરવવામાં આવેલા કિસાનોને નોટિસ મોકલી અત્યાર સુધી મળેલા હપ્તાની રકમ પરત માંગવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Good news for state gov employees: સારા સમાચાર, રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.