fishing boat image

Rain forecast with strong winds: દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Rain forecast with strong winds: માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના

દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં તા.૧૯ થી ૨૨ જાન્યુ. દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સુરત, ૧૯ જાન્યુઆરીઃ Rain forecast with strong winds: ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના અન્ય વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં તા.૧૯ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના આપવામાં આવી છે.

મત્સ્યોદ્યોગ કચેરીને કોઈ પણ બોટ/હોડીઓને માછીમારી માટેના ટોકન ઈસ્યુ નહીં કરવા તેમજ માછીમારો દરિયો ખેડે નહી તે અંગે તકેદારી લેવા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દ્વારા સુચના અપાઈ છે એમ ડિઝાસ્ટર મામલતદાર, સુરતની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો…Hitendra Pithdiya: ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અનુસૂચિત જાતિ વિભાગનાં અધ્યક્ષ પદે હિતેન્દ્ર પીઠડીયાની નિમણુંક

Gujarati banner 01