Hitendra pithadia Congress

Hitendra Pithdiya: ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અનુસૂચિત જાતિ વિભાગનાં અધ્યક્ષ પદે હિતેન્દ્ર પીઠડીયાની નિમણુંક

Hitendra Pithdiya: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અનુસૂચિત જાતિ વિભાગનાં અધ્યક્ષ પદે યુવાનેતા હિતેન્દ્ર પીઠડીયાની નિમણુંક કરવામાં આવી છે.

અમદાવાદ, ૧૯ જાન્યુઆરીઃ Hitendra Pithdiya: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસુચિતજન જાતીનાં નવનિયુક્ત અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડીયાએ ખૂબ ઉચ્ચ શિક્ષિત યુવા છે જે બિઝનેસ મેનેજમેન્ટમાં અનુસ્નાતક અને સોશિયલ સાયન્સમાં ડોક્ટરેટ કરી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દી યુવક કોંગ્રેસથી શરૂ થાય છે હાલમાં છેલ્લા પાંચ જેટલા વર્ષથી રાષ્ટ્રીય નેતૃત્વ સાથે અનુસૂચિત જાતિ વિભાગનાં સોસીયલ મીડિયા ડીપાર્ટમેન્ટનાં અધ્યક્ષ તરીકે સફળ કામગીરી નિભાવી રહ્યા હતા.

ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોમાં પ્રભારી તરીકે પણ કામગીરી કરી છે. નાની ઉંમરમાં હિતેન્દ્ર પીઠડીયાએ (Hitendra Pithdiya) ખૂબ સારી રાજકીય કારકીર્દી ખેડી છે. દલિત સમાજ સહિત શોષિત અને વંચિતોનાં અવાજને મજબૂત કરવાનું કામ કરતા આવ્યા છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ વિભાગનાં અધ્યક્ષ તરીકેની તેમની નિમણુંક સૌથી યુવા નેતા તરીકે થઈ છે. જે કોંગ્રેસ પક્ષની યુવાનોને રાજનીતિમાં આગળ કરવાની પહેલ છે.

આ પણ વાંચો…Republic Day will be celebrated with simplicity: પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપૂર્ણ કોવીડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી કરાશે

Gujarati banner 01