sbi atm

SBI Alert: એક બેદરકારીથી બેન્ક બેલેન્સ થઇ જશે જીરો, SBIના ગ્રાહકોને ફેક કસ્ટમર કેર નંબરને લઇ કર્યા એલર્ટ

SBI Alert: SBIએ પોતાના ટ્વીટમાં કહ્યું, નકલી કસ્ટમર કેર નંબરોથી સાવધાન રહો. કૃપીયા યોગ્ય કસ્ટમર કેર નંબર માટે SBIની અધિકારીક વેબસાઈટ જોવ. ગોપનીય બેન્કિંગ જાણકારી કોઈ સાથે શેર કરવાથી બચો

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ SBI Alert: કોરોના કાળમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનમાં ઘણો વધારો થયો છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધવા સાથે જ ડિજિટલ ફ્રોડના કેસો પણ ઘણા વધી ગયા છે. સાઇબર ગુનેગારો લોકોને પોતાના શિકાર બનાવવા માટે નવી નવી રીત અપનાવતા રહે છે. એમના ચંગુસથી ગ્રાહકને બચાવવા માટે બેન્ક પણ સમય-સમય પર સાવધાન કરતી રહે છે. એના ક્રમથી દેશની સૌથી મોટી સરકારી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફર્જી કસ્ટમર કેરને લઇ એલર્ટ જારી કર્યું 

એસબીઆઈએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે, SBIએ પોતાના ટ્વીટમાં કહ્યું, નકલી કસ્ટમર કેર નંબરોથી સાવધાન રહો. કૃપીયા યોગ્ય કસ્ટમર કેર નંબર માટે SBIની અધિકારીક વેબસાઈટ જોવ. ગોપનીય બેન્કિંગ જાણકારી કોઈ સાથે શેર કરવાથી બચો.

બેંકે(SBI Alert) ટ્વીટર પર શેર કરેલ એક વિડીયોમાં કહ્યું, કોઈ પંબ પ્રકારની ધોખાધડી થાવ પર તાત્કાલિક એની રિપોર્ટ કરો. તમે report.phising@sbi.co.in અથવા સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરો.

આ પણ વાંચોઃ About Parenting: પરવરિશ માટે ટુંકી વાર્તા… “ખોટો નિર્ણય”

નકલી કસ્ટમર કેર નંબર પર ફોન કરવા પર છેતરપિંડી કરનારા તમારી પાસેથી બેંક ખાતાની વિગતો લે છે અને પછી તમારા બેંક ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લે છે. ફોન પર, તેઓ તમારી નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, એકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ નંબર, ઓટીપી જેવી તમારી વ્યક્તિગત માહિતી માટે પૂછે છે અને પછી ખાતું ખાલી કરી દે છે. તેથી જ્યારે પણ તમને કસ્ટમર કેર નંબર યાદ ન હોય, તો હંમેશા નંબર મેળવવા માટે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

ઉલ્લેખનીય છે કે, કે આ પહેલા બેન્કે ડિજિટલ છેતરપિંડી અથવા ઓનલાઈન ફિશિંગ અંગે પોતાના ગ્રાહકોને ચેતવ્યા હતા. બેંકે કહ્યું, શું તમે તમારા ઇનબોક્સમાં આવી લિંકમળી રહી છે ? તેમના પર ક્લિક કરશો નહીં. આવી ફિશિંગ લિંક્સ પર ક્લિક કરવાથી તમારી મહેનતની કમાણી બરબાદ થઈ શકે છે. સાવચેત રહો, આવી લિંક પર ક્લિક કરતા પહેલા વિચારો.જેમ આપણે બધા જાણીએ છીએ કે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ સરળતાથી ભોળા લોકોને ફસાવે છે અને તેમના બચત ખાતામાંના તમામ નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

Whatsapp Join Banner Guj