B Elite Essentials

Bee Elite Essentials: શહેરના ત્રણ ઉદ્યોગસાહસિકો દ્વારા નેચરલ તત્વોની મદદથી સ્કીન કેર સેગમેન્ટમાં રિવોલ્યુશન લાવવા શરૂ કર્યુ નવુ સ્ટાર્ટઅપ

Bee Elite Essentials: વડોદરા શહેરના ત્રણ યુવા ઉદ્યોગસાહસિકો પ્રિતેશ પટેલ, નિમેષ પટેલ અને રવિકાંત મકવાણા દ્વારા નેચરલ તત્વોના ઉપયોગથી સ્કીન કેર સેગમેન્ટ માં રિવોલ્યુશન લાવવા માટે શરૂ કરવામાં આવ્યું ‘બી ઈલાઈટ એસેન્શિયલસ’ નામ નુ સ્ટાર્ટઅપ વેન્ચર.

વડોદરા, 22 જાન્યુઆરીઃ Bee Elite Essentials: કુદરતી તત્વો અને મધુમાખી વિજ્ઞાન પર આધારિત મેથોડોલોજી દ્વારા વિકસાવવામાં આવેલ પ્રોડક્ટની શૃંખલાઓ થી આજે વડોદરાનુ આ સ્ટાર્ટઅપ સમગ્ર વિશ્વમાં તેમનું નામ ગુંજતું કરી રહ્યું છે. વિશ્વભરમાંથી સ્ટાન્ડર્ડ પ્રોસેસ અનુસાર ઝીણવટથી રો મટીરિયલ ની પસંદગી કરીને ઘણા બધા ટ્રાયલ માંથી પસાર થયા બાદ પ્રોડક્શન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે. ખરા અર્થમાં આ કુદરત અને વિજ્ઞાનનું એક અનોખું ફ્યુઝન છે કે, જે ના માત્ર બાહ્ય પરંતુ સર્વગ્રાહી રીતે સ્કિન સમસ્યાનું સમાધાન લાવે છે. ખૂબ જ ઓછા સમયગાળામાં વડોદરાના ઉદ્યોગ સાહસિકોએ અમેરિકા ના માર્કેટમાં નોંધપાત્ર છાપ છોડી છે.

આ વિષે વધુ જણાવતા આ ઇનોવેટિવ સોલ્યુશન ના જનક એવા પ્રિતેશ પટેલ જણાવે છે કે, દોઢ વર્ષ ના આકરા રિસર્ચ અને પરિશ્રમ બાદ અમે ક્વોલિટી વાળી રોબસ્ટ અને સ્ટેબલ પ્રોડક્ટ બનાવવા માં સફળ થયા છે. શહેર ની પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ એકસેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ‘બી ઈલાઈટ એસેન્શિયલસ’ સ્ટાર્ટઅપ ને જરૂરી તમામ સપોર્ટ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યો છે, તદુપરાંત વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા તેઓને સ્ટાર્ટઅપ એક્સેલેટર પ્રોગ્રામ સપોર્ટ પણ પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચોઃ IPL mega auction 2022: IPL પહેલા સ્ટાર ક્રિકેટરો પર પૈસાનો વરસાદ,દેશ-વિદેશના 1214 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ- વાંચો વિગત

કેવી રીતે આવ્યો વિચાર ?

કેમિકલ યુક્ત વિદેશી પ્રક્રિયા જેમકે બોટોક્સ ટ્રીટમેન્ટ ની સાઈડ ઇફેક્ટ્સ ખુબ કે લાંબા સમય સુધી થતી હોય છે, તેના કુદરતી વિકલ્પ સ્વરૂપે અમને આ પ્રોડક્ટ વિકસાવવા નો વિચાર આવ્યો. જે મલ્ટી-પર્પસ સ્કિન સોલ્યુસન હોવા ની સાથે સાથે ઝડપી પરિણામ આપે છે. તેઓ દ્વારા વિકસાવવા માં આવેલ આ ઇનોવેટિવ સોલ્યુશન વ્યાજબી હોવાની સાથે સાથે કોઈ પણ સાઈડ ઈફેક્ટ થતી નથી. આ ઇનોવેટિવ સ્કિનકૅર સોલ્યુશન યુ.એસ.પી. (51 એન્ટી માઇક્રોબિયલ કમ્પલાયન્ટ) ને સુસંગત છે.

Gujarati banner 01