Cyclone Tauktae 1

very strong winds in gujarat: ગુજરાતમાં ઠંડી,ગરમી, વરસાદ, કોરોના બાદ નવા ખતરાના એંધાણ- હવામાન વિભાગે માછીમારોને કર્યા એલર્ટ

very strong winds in gujarat: આગામી ત્રણ દિવસ સુધી કોઇને દરિયો નહી ખેડવા માટે પણ અપીલ કરાઇ, કોસ્ટગાર્ડ સહિતનું દરિયા કિનારાનું સમગ્ર તંત્ર હાલ એલર્ટ મોડ પર છે

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ very strong winds in gujarat: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખુબ જ ઝડપથી પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને માછીમારોને દરિયો નહી ખેડવા માટે પણ સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને દરિયા કિનારાના તમામ વિસ્તારો એલર્ટ મોડ પર હતા. આગાહી અનુસાર જામનગરના દરિયાકિનારે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી. માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. બેડી બંદર ખાતે 350 જેટલા માછીમારો પોતાની બોટ પરત લઈ આવ્યા હોવાનાં પ્રાથમિક અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. ભારે પવન સાથે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. 

જામનગરના દરિયાકિનારે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલથી જ ફૂકાય રહેલા ભારે પવનને કારણે GMB વિભાગ દ્વારા તમામ માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપતા આજે બેડી બંદર ખાતે 350 જેટલા માછીમારો પોતાની બોટ પરત લઈ આવી જેટીમાં લાંગરી દીધી છે. આગામી ત્રણ દિવસ સુધી કોઇને દરિયો નહી ખેડવા માટે પણ અપીલ કરાઇ છે. કોસ્ટગાર્ડ સહિતનું દરિયા કિનારાનું સમગ્ર તંત્ર હાલ એલર્ટ મોડ પર છે. 

આ પણ વાંચોઃ Bee Elite Essentials: શહેરના ત્રણ ઉદ્યોગસાહસિકો દ્વારા નેચરલ તત્વોની મદદથી સ્કીન કેર સેગમેન્ટમાં રિવોલ્યુશન લાવવા શરૂ કર્યુ નવુ સ્ટાર્ટઅપ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારેથી અતિ ભારે પવન ફુંકાય તેવી શક્યતા છે. જે અનુસંધાને જામનગર માછીમારી બોટ એસોસિએશન દ્વારા તમામ બોટોને દરિયાકિનારે પરત લાવવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. આજરોજ બેડી બંદર ખાતે ૩૫૦ જેટલી બોટો લગાવવામાં આવી છે તો જે માછીમારો દરિયો ખેડી રહ્યા છે. તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે, તેઓ જે તે નજીકના સ્થળે પહોંચે અને સંભવિત વાવાઝોડું હોવાના કારણે બોટોને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, દરિયા કાંઠાના તમામ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, સુરત નવસારી, વલસાડ, અને કચ્છનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં સામાન્યની તુલનાએ પવન વધારે રહ્યો હતો. જો કે દરિયા કિનારાના જિલ્લાઓ અને તાલુકાઓમાં આની અસર ખાસ જોવા મળી હતી. 

Gujarati banner 01