IPL mega auction 2022

IPL mega auction 2022: IPL પહેલા સ્ટાર ક્રિકેટરો પર પૈસાનો વરસાદ,દેશ-વિદેશના 1214 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ- વાંચો વિગત

IPL mega auction 2022: અમદાવાદની ટીમે હાર્દિકને 15 કરોડ તો લખનૌએ રાહુલને 17 કરોડ આપ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 22 જાન્યુઆરીઃ IPL mega auction 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન માટેનુ મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાનુ છે. આ માટે ખેલાડીઓનુ રજિસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યુ હતુ.જેમાં 19 દેશોના 1214 ક્રિકેટરોનુ રજિસ્ટ્રેશન થયુ છે.આ પૈકી 896 ભારતીય અને 318 વિદેશી ક્રિકેટરો છે.જોકે આ ઓક્શન માટેની અંતિમ યાદી નથી.તેમાંથી હજી ખેલાડીઓની છટણી થશે.અંતિમ લિસ્ટમાં પસંદગીના ખેલાડીઓને જ સામેલ કરાશે.

આ વખતે 15મી સીઝનમાં 10 ટીમો સામેલ થવાની છે.લખનૌ અને અમદાવાદ નવી બે ટીમો છે. રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી 270 ખેલાડીઓ એવા છે જે પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચુકયા છે.જ્યારે 903 ખેલાડીઓ એવા છે જે પોતાના દેશ વતી એક પણ મેચ રમ્યા નથી.41 ક્રિકેટરો એવા દેશના છે જે દેશોને ટેસ્ટ મેચ રમવા માટે મંજૂરી નથી મળી નથી.

આઈપીએલની એક ટીમ ઓછામાં ઓછા 18 ખેલાડીઓ તથા વધારેમાં વધારે 25 ખેલાડીઓને પોતાની સાથે રાખી શકે છે.જેનો મતબલ છે કે, તમામ ટીમો ભેગા થઈને પણ મહત્તમ 250 ખેલાડીઓ જ ઓક્શનમાં ખરીદી શકશે.33 ક્રિકેટરોને વિવિધ ટીમો પહેલા જ રીટેન કરી ચુકી છે.આ સંજોગોમાં મેગા ઓક્શનમાં મહત્તમ 217 ખેલાડીઓની જ હરાજી થશે.

આઈપીએલમાં આ વખતથી સામેલ કરાયેલી બે નવી ટીમો અમદાવાદ અને લખનૌએ જાહેર કરેલા પોતાના ડ્રાફ્ટમાં હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને પોતાની ટીમમાં લઈ લીધા છે.

અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા, રાશિદ ખાનને 15 કરોડ રુપિયા અને શુભમન ગિલને આઠ કરોડ રુપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે લખનૌની ટીમે કે એલ રાહુલને 17 કરોડ રુપિયા, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સ્ટોઈનિસને નવ કરોડ રુપિયા અને યુવા સ્પિનર રવિ બિશ્નોઈને ચાર કરોડ રુપિયા આપીને પોતાની ટીમમાં લીધા છે.

આ પણ વાંચોઃ Jewelers cheat customers: અમદાવાદના આ જવેલર્સએ 100થી વધુ ગ્રાહકો સાથે 50 લાખથી પણ વધુ ઠગાઈ કરી- વાંચો શું છે મામલો?

આ તમામ ખેલાડીઓને અગાઉ મળતી હતી તેના કરતા વધારે સેલેરી મળી છે.રાહુલ તો ઓક્શન પહેલા જ સૌથી વધારે રકમ મેળવનાર પ્લેયર બની ગયો છે. આ પહેલા ચેન્નાઈએ જાડેજાને 16 કરોડ, મુંબઈએ રોહિત શર્માને 16 કરોડ અને દિલ્હીએ રિષભ પંતને 16 કરોડ આપીને રિટેન કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગયા વખતે 11 કરોડ રુપિયા આપ્યા હતા.જ્યારે રાશિદ ખાનને હૈદ્રાબાદે પહેલા 9 કરોડ રુપિયા આપ્યા હતા.માર્કસ સ્ટોઈનસને પણ ગયા વખત કરતા લગભગ ડબલ રકમ લખનૌની ટીમે આપી છે.

ભારતના 61 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.આ ક્રિકેટરો ભારત માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચુકયા છે.જ્યારે 143 ભારતીય ક્રિકેટર એવા છે જે પહેલા 

આઈપીએલ રમી ચુકયા છે પણ ભારતનુ પ્રતિનિધિત્વ કરી શક્યા નથી. 692 ભારતીય ક્રિકેટરો એવા છે જેમણે ભારત વતી એક પણ મેચ રમી નથી.

જાણો કયા દેશના કેટલા ખેલાડીઓનુ રજિસ્ટ્રેશન થયુ છે.

  • ભારત- 896
  • અફઘાનિસ્તાન – 20
  • ઓસ્ટ્રેલિયા- 59
  • બાંગ્લાદેશ- 9
  • ઈંગ્લેન્ડ- 30
  • આયર્લેન્ડ- 3
  • ન્યૂઝીલેન્ડ- 29
  • દક્ષિણ આફ્રિકા- 48
  • શ્રીલંકા- 36
  • વેસ્ટ ઈન્ડિઝ- 41
  • ઝિમ્બાબ્વે- 2
  • ભૂટાન- 1
  • નામિબિયા- 5
  • નેપાળ- 15
  • નેધરલેન્ડ-1
  • ઓમાન- 3
  • સ્કોટલેન્ડ- 1
  • યુએઈ- 1
  • અમેરિકા- 14
Gujarati banner 01