bytepod

Bytepod: વડોદરા નુ બાઈટપોડ, હવે પોડકાસ્ટ માટેનું બન્યું સ્વદેશી ક્યુરેટેડ પ્લેટફૉર્મ!

Bytepod: આ પ્લેટફોર્મ પર ટેકનોલોજી, મોટીવેશન, બિઝનેસ, સ્ટાર્ટઅપ, ફાઇનાન્સ જેવા વિવિધ વિષયોને આવરી લેતા પોડકાસ્ટઓ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે

વડોદરા, 24 માર્ચઃ Bytepod: આજ ની ભાગદોડની જિંદગીમાં જ્યારે લોકો પાસે સમયનો અભાવ છે ત્યારે સુધી સારું સાહિત્ય, તથા સારું કન્ટેન્ટ ને ક્યુરેટ કર્યાં બાદ સુચારુ રીતે લોકો પહોંચે તે હેતુસર શરૂ થયું નવુ ઓડિયો પોડકાસ્ટ પ્લેટફૉર્મ બાઈટપોડ. કોમ્પ્યુટર સાયન્સ ના વિદ્યાર્થી એવા એવા જીત ધોકિયા દ્વારા માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં આ પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લેટફોર્મ પર ટેકનોલોજી, મોટીવેશન, બિઝનેસ, સ્ટાર્ટઅપ, ફાઇનાન્સ જેવા વિવિધ વિષયોને આવરી લેતા પોડકાસ્ટઓ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. જેથી દુનિયાભરના યુઝર્સ આ કન્ટેન્ટને સાંભળી શકે અને લોકો સુધી ફેલાવી શકે.

આ પણ વાંચોઃ Dhoni quit CSK Captaincy: ચેન્નાઈ સુપરકિંગ્સને ધોનીએ આપ્યો આંચકો, માહીએ છોડી કેપ્ટનશિપ- હવે આ ક્રિકેટર બનશે નવો કેપ્ટન

Advertisement

અત્રે નોંધનીય છે કે આ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલા આ પ્લેટફોર્મ માં ઓડિયો પોડકાસ્ટ કન્ટેન્ટ માં વિષયવસ્તુને માત્ર પાંચ મિનિટના સમયમાં આવરી લેવામાં આવે છે જેથી સાંભળનારને માત્ર પાંચ જ મિનિટમાં વિવિધ વિષયોની જાણકારી સુવ્યવસ્થિત રીતે મળે છે.

આ માટે તેઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર અને એક્સેલેટર “વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો” નો જરૂરી સપોર્ટ પ્રાપ્ત થયો છે. તદુપરાંત તેઓના આ પ્લેટફોર્મ ને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન, ઇન્ડસ્ટ્રી નેટવર્ક સપોર્ટ તથા અન્ય સહાયતા સ્ટાર્ટઅપ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહી છે.

49ee190d 9a4e 4649 8036 60ef1ae1d8e2
જીત ધોકિયા

વેબસાઇટ: https://bytepod.colpare.com

Advertisement

બાઈટપોડ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ ની ખાસિયતો:
૧. સરળ યુઝર ઇન્ટરફેસ
૨. બ્રાઉઝર ની મદદથી ડાઉનલોડ કર્યા કન્ટેન્ટ સ્ટ્રીમિંગ
૩. પોડકાસ્ટ કન્ટેન્ટ ને શેર કરી શકાય
૪. ગેસ્ટ મોડ પણ ઉપલબ્ધ

Gujarati banner 01