Muslims banned from trading in Hindu temple premises: કર્ણાટકમાં ગૈર હિન્દુ ને મંદિરની જમીન પર કારોબાર ન કરવા દેવાનો નિર્ણય

Muslims banned from trading in Hindu temple premises: કર્ણાટકમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન હિન્દુ ન હોય તેવા લોકોને મંદિરની જમીન પર કારોબાર ન કરવા દેવાનો નિર્ણય લીધો

કર્ણાટક, 24 માર્ચ: Muslims banned from trading in Hindu temple premises: કર્ણાટકમાં હજી હિજાબ વિવાદ ઠંડો પણ પડ્યો નથી અને અહીં એક સમુદાય વિશેષની વિરુદ્ધ લગાવવામાં આવેલાં પોસ્ટર્સ ચર્ચામાં છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, કર્ણાટકનાં ઘણાં મંદિરોમાં વિવાદાસ્પદ બેનર લગાવવામાં આવ્યાં છે, જેમાં મુસ્લિમ સંગઠનોને મંદિરોની પાસે ભરાનારા મેળાઓમાં દુકાન કે સ્ટોલ ન લગાવવાની વાત લખવામાં આવી છે.

જોકે મંદિર મેનેજમેન્ટને સંભાળનારી કમિટીઓએ આ વાતનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ, રાજ્યના માઈનોરિટી આયોગના અધ્યક્ષ અબ્દુલ અજીમે બુધવારે કહ્યું હતું કે હિન્દુ ન હોય તેવી વ્યક્તિઓને દુકાન ન લગાવવા દેવા બાબતે મંદિર પ્રશાસન સાથે વાતચીત ચાલી રહી છે. મામલાનું ઝડપથી સમાધાન થશે.

Muslims banned from trading in Hindu temple premises: મંદિરની કમિટીઓએ આ અંગે ઈન્કાર કર્યા પછી આ બેનર્સ લગાડનારાઓને ખ્યાલ આવ્યો નથી, જોકે મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, એની પાછળ રાઈટ વિંગ એટલે દક્ષિણપંથી હિન્દુ સમૂહના સભ્ય હોઈ શકે છે. દક્ષિણપંથી સમૂહનું માનવું છે કે હિજાબ વિવાદ પર કોર્ટના નિર્ણય પછી મુસ્લિમ સંગઠનોએ પોતાની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ કારણે મંદિરોના વાર્ષિક મેળામાં તેમને સ્ટોલ લગાવવાની પરવાનગી ન આપવી જોઈએ.

આ પણ વાંચો..Pregnant woman killed: સુરતમાં ગર્ભવતી મહિલાની હત્યા કરી યુવક અઢી વર્ષની બાળકીને રેલવે સ્ટેશન પર મૂકી ફરાર- વાંચો વિગત

કર્ણાટકના મેંગલુરુ જિલ્લાની પાસે બપ્પનાડુ દુર્ગાપરમેશ્વરી મંદિરમાં 20 એપ્રિલે વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્ટોલ લગાવવા માટે મંદિરની જમીનની હરાજી કરાશે. એમાં મુસ્લિમ સંગઠનોને ભાગ લેવાની ના પાડવામાં આવી છે. મંદિરની ચારેબાજુએ બેનર લગાવવામાં આવ્યાં છે, જેમાં માત્ર હિન્દુઓને જ દુકાન અને સ્ટોલ લગાવવાની પરવાનગી આપવાની વાત કહેવામાં આવી છે.

આ મામલામાં મેંગલુરુ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ એને સાંપ્રદાયિક સદભાવ બગાડવાની કોશિશ માની રહી છે. મેંગલુરુના પોલીસ કમિશનર શશિ કુમારે કહ્યું હતું કે આ બેનર કોણે લગાવ્યાં એની તપાસ થઈ રહી છે. જો નાગરિકો સાથે જોડાયેલી સંસ્થા ફરિયાદ નોંધાવે છે તો કાયદાકીય ટીમની સલાહ લેવામાં આવશે.

Gujarati banner 01