Lock the mid day meal center

Lock the mid day meal center: શાળામાં વિદ્યાર્થીઓ પૂરતી સંખ્યામાં આવા લાગ્યા પણ મધ્યાન ભોજન કેન્દ્રને આજે પણ તાળા…..

Lock the mid day meal center: વિદ્યાર્થીઓ ઘરેથી મમરા ,પાપડી કે રોટલી ચટણી જેવી વાનગી ડબ્બામાં લાવીને પેટની ભુખ સંતોષવાનો પ્રયાસ કરતા હોય છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 24 માર્ચ
: Lock the mid day meal center: ગુજરાત રાજ્યમાં કોરોના કાળ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાઈ હતી અને કોરોના નું જોર ઘટતા રાજ્યભર માં શૈક્ષણિક સંસ્થાઓ માં ઓફલાઈન શિક્ષણ ધમધમતું થયું છે શાળામાં વિદ્યાર્થીઓ પણ પૂરતી સંખ્યામાં શાળામાં આવા લાગ્યા છે પણ મધ્યાન ભોજન કેન્દ્રને આજે પણ તાળા જોવા મળી રહ્યા છે

મધ્યાન ભોજન નો સ્ટોર રૂમ કે રસોડું એક જુના ખંડેર જેવું લાગી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ રોજ લાઈનસર બેસી મધ્યાન ભોજન જમતા હતા આજે મધ્યાન ભોજન વિસ્તારમાં સન્નાટો છે જ્યાં બીજી તરફ શાળાના વિદ્યાર્થીઓ પોતાની ભૂખ સંતોષવાના પ્રયાસો કરી રહ્યા છે

Lock the mid day meal center

હાલ માં મધ્યાન ભોજન બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Lock the midday meal center) ઘરેથી નાના ડબ્બામાં નાસ્તો લઈને આવે છે અને તેમાં પણ ખાસ કરી મમરા ,પાપડી કે રોટલી ચટણી જેવી વાનગી ડબ્બામાં લાવીને પેટની ભુખ સંતોષવાનો પ્રયાસ કરતા હોય છે તો કેટલાક વિદ્યાર્થીઓ પાંચ રૂપિયા વાળા પડીકામાં મળતા ફરસાણ લાવીને આરોગતા હોય છે શું આ વસ્તુ થી વિદ્યાર્થીઓનું પેટ ભરાતું હશે….. તે પેચીદો પ્રશ્ન સામે આવી રહ્યું છે વિદ્યાર્થીઓ પણ મધ્યાન ભોજન શરૂ થાય તેવી આશા સેવી રહ્યા છે ને ઘરે થી લાવેલો નાસ્તો રીસેસ પાડવા સુધીમાં ઠંડો થઈજતો હોય છે ત્યાં મધ્યાન ભોજન માં ગરમ ગરમ જમવાનું મળતું હોય છે તે વહેલી તકે શરુ થાય તેવુ જણાવી રહ્યા છે

આ પણ વાંચો..Bytepod: વડોદરા નુ બાઈટપોડ, હવે પોડકાસ્ટ માટેનું બન્યું સ્વદેશી ક્યુરેટેડ પ્લેટફૉર્મ!

Lock the mid day meal center: જોકે આ સમગ્ર બાબત ને લઈ શાળાના આચાર્ય પણ ચિંતિત જોવા મળ્યા હતા અને શાળા માં ગરમ જમવાનું મળતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ મળતો હોવાનું જણાવી રહ્યા છે એટલુંજ નહીં મધ્યાન ભોજન ફરી શરુ કરવા મામલતદાર દ્વારા નવેસર થી મધ્યાન ભોજન શરુ કરવા નવા સંચાલકને નવા રસોઈયા માટે ની જાહેરાત પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મધ્યાન ભોજન ફરી શરુ થઇ જશે તેમ નટુભાઈ પરમાર (આચાર્ય ,ગુજરાતી પ્રાથમિક શાળા)અંબાજી જણાવી રહ્યા છે

જોકે શાળાઓ શરુ થયા બાદ મધ્યાન ભોજન હાલ તબક્કે બંધ છે(Lock the mid day meal center) ત્યારે ખાસ કરીને દાંતા તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં અપાતુ દૂધ સંજીવની યોજના હેઠળનું પૌષ્ટિક દૂધ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે …..

અંબાજી માં મધ્યાન ભોજન બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઘરેથી નાના ડબ્બામાં નાસ્તો લઈને આવે છે……… મમરા ,પાપડી કે રોટલી ચટણી જેવી વાનગી ડબ્બામાં લાવીને પેટની ભુખ સંતોષવાનો પ્રયાસ કરતા હોય છે.

Gujarati banner 01