hair color

Hair care tips: સફેદ વાળને કાળા કરવા કરો આ કુદરતી હેર ડાઈનો ઉપયોગ

Hair care tips: વધતો જતો સ્ટ્રેસ, ખરાબ ખાવાની આદતો અને વધતું પ્રદૂષણ આપણા કાળા વાળને ઉંમર પહેલા જ સફેદ કરી રહ્યા છે.

લાઈફ સ્ટાઇલ, 03 માર્ચ: Hair care tips: બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતોની અસર આપણા વાળ પર પણ જોવા મળે છે. વધતો જતો સ્ટ્રેસ, ખરાબ ખાવાની આદતો અને વધતું પ્રદૂષણ આપણા કાળા વાળને ઉંમર પહેલા જ સફેદ કરી રહ્યા છે. વાળ અકાળે સફેદ થવાથી લોકોને પરેશાની થાય છે. સફેદ વાળ  ના કારણે લોકો નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાય છે.એકવાર વાળ સફેદ થઈ જાય પછી, લોકો તેને ઢાંકવા માટે સતત રંગનો ઉપયોગ કરે છે. કેમિકલ બેઝ હેર કલર વાળ પર ઘણી આડઅસર કરે છે. આ રંગો વાળને થોડા દિવસો માટે કાળા કરે છે અને બાકીના વાળ પણ સફેદ કરે છે.

એકવાર તમે આ (Hair care tips) કેમિકલ બેઝ કલર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો, પછી આ પ્રક્રિયા અટકતી નથી. વાળને દર 15 દિવસે કલર કરવા પડે છે.જો તમે પણ તમારા વાળને કેમિકલ હેર ડાઈથી કલર કરીને કંટાળી ગયા હોવ તો કુદરતી રીતે તમારા વાળને કાળા કરો. વાળને કાળા કરવા માટે કુદરતી હેર ડાઈનો ઉપયોગ કરવાથી વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સાથે જ વાળ સફેદ થવાનું જોખમ પણ ઘટશે.

તમે આમળા અને શિકાકાઈનો ઉપયોગ કરીને ઘરે કુદરતી હેર ડાઈ તૈયાર કરી શકો છો. આ હેર ડાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે. આનો ઉપયોગ કરવાથી વાળને કુદરતી રંગ મળવા લાગશે અને ધીમે ધીમે તે ફરી કાળા થવા લાગશે. આ હેર ડાઈ 50 વર્ષ સુધીના લોકો માટે ખૂબ જ અસરકારક છે.આમળા વાળને કાળા કરવા અને વાળને પોષણ આપવા માટે ખૂબ જ અસરકારક છે.

આ પણ વાંચો…face clean tips: ચેહરા ને સ્વચ્છ ચમકદાર અને સ્વસ્થ રાખવા માટે આ કુદરતી વસ્તુઓથી કરો ફેસવોશ..

વિટામિન E અને વિટામિન C થી ભરપૂર આમળામાં ફાયટો ન્યુટ્રિઅન્ટ્સ અને વિવિધ પ્રકારના મિનરલ્સ હોય છે જે વાળના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આમળા વાળમાં મેલાનિનનું પ્રમાણ વધારે છે અને વાળનો રંગ વધુ કાળો કરે છે. ચાલો જાણીએ કે વાળને કાળા કરવા માટે આ કુદરતી હેર ડાઈ ઘરે કેવી રીતે તૈયાર કરી શકાય.

આ કુદરતી ડાઈ બનાવવા માટે લોખંડની કડાઈમાં એક કપ પાણી લો અને તેને ગેસ પર ઉકાળો.ત્યારબાદ આ પાણીમાં મુઠ્ઠીભર સૂકા આમળા  ઉમેરો અને એક વાટકી શિકાકાઈ પાવડર પણ ઉમેરો.5-10 મિનીટ ગેસ પર બધું ચઢવા દો, ત્યારબાદ ગેસ બંધ કરી દો.રાંધ્યા પછી, આ પાણી કાળું અને થોડું ઘટ્ટ થઈ જાય છે. આ પાણીને ઠંડુ થવા દો અને મેંદીના બ્રશની મદદથી વાળમાં લગાવો.

Gujarati banner 01