Torture of elephants

Torture of elephants: હાથીના ત્રાસ આ શહેરમાં એટલો વધારે છે કે અહીંના યુવકોના લગ્ન થતા નથી!

Torture of elephants: રાજ્યમાં હાથીઓના હુમલાથી બે વર્ષમાં 204 લોકોનાં મોત

પ્રતાપપુર, 03 માર્ચઃ Torture of elephants: છત્તીસગઢના પ્રતાપપુર વિસ્તારના લોકોને એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના ૧૦-૧૫ ગામડાંઓમાં હાથીઓનો ત્રાસ હોવાથી કોઈ મા-બાપ તેમની દીકરીઓને આ વિસ્તારમાં પરણાવતા નથી. છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં આવેલા પ્રતાપપુર વિસ્તારમાં છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી હાથીઓનો ત્રાસ વધ્યો છે. ૧૦-૧૫ ગામડાંઓમાં હાથીઓ હાહાકાર મચાવી રહ્યા છે.

લોકો વિચારે છે કે પ્રતાપપુર વિસ્તારમાં દીકરીના લગ્ન થશે તો તેને પણ હાથીના ત્રાસનો સામનો કરવો પડશે. તેના કારણે પ્રતાપપુરના યુવાનોના લગ્ન થતા નથી. પ્રતાપપુરના યુવાનો સાથે લગ્ન થાય તો પણ એ  વિસ્તારને બદલે કોઈ શહેરમાં કે સૂરજપુરમાં રહેવાની શરત સાથે જ મા-બાપ દીકરીના લગ્ન કરાવે છે.

આ પણ વાંચોઃ Official figures of jaundice: અમદાવાદમાં આ રોગએ મચાવ્યો કોહરામ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે- વાંચો વિગત

આ વિસ્તારમાં ગમે ત્યારે ગામડાંમાં હાથીઓનું ટોળું ત્રાટકે છે અને બધું ખેદાન-મેદાન કરી નાખે છે. એટલું જ નહીં, ઘણી વખત લોકોનાં મોત પણ થાય છે. ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન છત્તીસગઢમાં હાથીઓના હુમલામાં ૨૦૪ લોકોનાં મોત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ રાજ્યમાં હાથીઓના હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા.

હાથીઓનું ટોળું ઊભા પાકમાં ત્રાટકે તો એને પણ ખેદાન મેદાન કરી નાખે છે. લોકોએ એ અંગે વારંવાર સરકારને રજૂઆત કરી છે, પરંતુ સરકારી તંત્ર પણ હાથીઓનો આ આતંક ઓછો કરાવી શક્યું નથી.

Gujarati banner 01