cb6808ed 77c0 43b0 bea9 3d278b998f13

L.A.Fashion Week: અમેરિકામાં ભારતીય દંપતી દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા ફેશન વીકનું આયોજન કર્યું, 38 ડિઝાઇનર્સે ભાગ લીધો

L.A.Fashion Week: ફેશનવીકમાં જ્વેલરી, રેડીમેઇડ ગારમેન્ટ્સના સ્ટોલ દ્વારા પ્રદર્શન યોજાયું હતું. જેની ૨૦૦૦થી વધુ લોકોઍ મુલાકાત લીધી હતી.

કેલિફોર્નિયા,05 ઓક્ટોબર: L.A.Fashion Week: અમેરિકામાં ભારતીય દંપતી દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા ફેશનï વીકનું આયોજન થયું હતું. જેમાં ફેશન ડીઝાઇનર્સ વીકનું આયોજન થયું હતું. જેમાં ફેશન ડીઝાઇનર્સ દ્વારા વિવિધ ફેશનના વસ્ત્રો રજૂ થયા હતા સાથે યોજાયેલા પ્રદર્શનની ૨૦૦૦થી વધુ લોકોઍ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ sherlyn statement: શર્લિનએ કર્યો મોટો ખુલાસો કહ્યું- કિંગખાનની પાર્ટીમાં આ સ્ટાર્સની પત્નીઓએ વોશરુમમાં લીધો હતો સફેદ પાવડર
અમેરિકામાં રહેતા ભારતીય દંપતી સ્મિતા અને કિશોર વસંતની સંસ્થા સેફ્રોન સ્પોટ અને ઍલ.ઍ. ફેશન દ્વારા લોસ ઍન્જલસના સેરીટોઝમાં સ્થિત હોટલ સેરેટોન ખાતે ઍલ.ઍ. ફેશન વીક(L.A.Fashion Week)નું આયોજન થયું હતું. ફેશનવીકમાં જ્વેલરી, રેડીમેઇડ ગારમેન્ટ્સના સ્ટોલ દ્વારા પ્રદર્શન યોજાયું હતું. જેની ૨૦૦૦થી વધુ લોકોઍ મુલાકાત લીધી હતી.


ફેશન વીક(L.A.Fashion Week)ના છેલ્લા દિવસે ફેશન શોનું આયોજન થયુ હતું. જેમાં ૩૮ જેટલાં ડીઝાઇનર્સ દ્વારા તૈયાર થયેલા વસ્ત્રોનું ૩૦થી વધુ મોડેલો દ્વારા પ્રદર્શન થયું હતું. ફેશન વીકના સફળ આયોજનમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહનો સહયોગ રહ્ના હતો.


યોગી પટેલે જણાવ્યું હતું કે, વસંત દંપતીના સેફ્રોન સ્પોટ અને ઍલ.ઍ. ફેશન દ્વારા દરવર્ષે ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે. જે ફેશન ડીઝાઇનર્સ અને ફેશનચાહકો માટે ઍક નવીનતમ અનુભવ રહે છે. આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ હું વસંત દંપતીને શુભેચ્છા પાઠવું છું.
આ પણ વાંચોઃ PM Modi with Rakesh jhunjhunwala: PM મોદી સાથે મુલાકાત કરનાર આ શખ્સની સોશ્યલ મીડિયા પર ચર્ચા, 22300 કરોડની સંપત્તિના છે માલિક

ફેશન વીકમાં સેરીટોઝના કાઉન્સિલ મેન ફ્રેન્ક, આર્સેટિયાના કાઉન્સિલ મેન અલી તાજ, આર્સેટિયાના કાઉન્સિલ વુમન મોનિકા, આર્ટેસિયા ચેમ્બર્સના તમામ હોદ્દેદારો તથા બીજેપી ફ્રેન્ડસ ઓફ ઓવરસીઝના પી. કે. નાયક હાજર રહ્ના હતા. દેશ-વિદેશમાં જાણીતા ફેશન મેકઅપ આર્ટિસ્ટ હેવિયરે વિશેષ હાજરી આપી હતી.

સૌથી નોîધનીય બાબત તો રહી હતી કે, ફેશન શોની કોરિયોગ્રાફી આયોજક સ્મિતા વસંતે કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૧૦ વર્ષથી યોજાતા ઍલ. ઍ. ફેશન વીક નવા ફેશન ડીઝાઇનર્સ, વ્યવસાયીઓ માટે ઍક તક સમાન બની રહે છે.

Whatsapp Join Banner Guj