PM Modi with Rakesh jhunjhunwala

PM Modi with Rakesh jhunjhunwala: PM મોદી સાથે મુલાકાત કરનાર આ શખ્સની સોશ્યલ મીડિયા પર ચર્ચા, 22300 કરોડની સંપત્તિના છે માલિક

PM Modi with Rakesh jhunjhunwala : રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ મંગળવારે સાંજે થયેલી મુલાકાત બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા.

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃ PM Modi with Rakesh jhunjhunwala : વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર દંપતીએ મુલાકાત કરી જેમની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. અસ્ત વ્યસ્ત શર્ટમાં પીએમ મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમનો પરિવાર લગભગ 22,300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

આ પણ વાંચોઃ sherlyn statement: શર્લિનએ કર્યો મોટો ખુલાસો કહ્યું- કિંગખાનની પાર્ટીમાં આ સ્ટાર્સની પત્નીઓએ વોશરુમમાં લીધો હતો સફેદ પાવડર

રાકેશ ઝુનઝુનવાલાએ એ સાબિત કર્યુ કે વસ્ત્રથી વ્યક્તિની ઓળખ થતી નથી અને દુનિયાના કોઈ પણ તાકાતવર શખ્સને પણ મળવા માટે આત્મવિશ્વાસમાં કપડાનુ મહત્વ હોતુ નથી. જોકે સત્ય એ પણ છે કે જો આપની પાસે હજારો કરોડનુ નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપમેળે આવી જાય છે.

રાકેશ ઝુનઝુનવાલા(PM Modi with Rakesh jhunjhunwala) અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ મંગળવારે સાંજે થયેલી મુલાકાત બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા. કોઈએ કહ્યુ કે ‘ભાઈ આમને ઈસ્ત્રી અપાવી દો’ તો કોઈએ કહ્યુ કે પીએમ મોદી તો આમની સામે ફેનની જેમ ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. જોકે સત્ય તો એ છે કે જ્યારે તમે linenની શર્ટ પહેરીને કારમાં જાવ છો, ટ્રાવલ કરો છો તો તેની પર આવી કરચલી આવી જાય છે.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા?

રાકેશ ઝુનઝુનવાલા દેશના શેર બજારના દિગ્ગજ રોકાણકાર છે જેમને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના એક-એક કદમ પર કરોડો રોકાણકારની નજર હોય છે. રાકેશ ઝુનઝુનવાલા જે શેરમાં હાથ લગાવે છે. તે સોનુ થઈ જાય છે. એટલું જ નહીં, તેમની દેખા-દેખી કરીને શેરમાં રોકાણ કરનારા કેટલાય લોકો અમીર થઈ ગયા છે. હારુન ઈન્ડિયાની તાજેતરની જારી અમીરોની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારનુ નેટવર્થ લગભગ 22,300 કરોડ રૂપિયા છે. તેમની દેશની કેટલીય કંપનીઓમાં મોટી ભાગીદારી છે અને તેઓ જલ્દી જ એક એરલાઈન શરૂ કરવાના છે. પીએમ મોદીએ કાલે સાંજે ટ્વીટ કરીને આ મુલાકાત વિશે લોકોને જાણકારી આપી છે.

Whatsapp Join Banner Guj