Covaxin cleared for kids aged 6 to 12 years: 6થી 12 વર્ષના બાળકો કોરોનાની આ રસીને DCGIએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી- વાંચો વિગત

Covaxin cleared for kids aged 6 to 12 years: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી

નવી દિલ્હી, 26 એપ્રિલઃ Covaxin cleared for kids aged 6 to 12 years: છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસ વિશ્વભરમાં કહેર વરસાવી રહ્યું છે. કોરોનાની વેક્સિન આવ્યા બાદ કોરોનાનના વધતા કેસમાં અને મૃત્યુ આંકમાં નોંધપાત્ર ફરક જોવા મળી રહ્યો છે. પરંતુ હજી નાના ભુલકાઓ માટે કોરોનાની રસીની રાહ જોવાઇ રહી હતી. હવે તે આતુરતાનો અંત આવ્યો છે. જી, હાં સમાચાર એજન્સી ANIના સૂત્રોના અહવેલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જે અંતર્ગત ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે.

હાલમાં, કોવેકસિન 12-14 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે. તેમને કોવેકસિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો કે, પાછળથી આ અભિયાનને 16 માર્ચથી લંબાવવામાં આવ્યું હતું, જેમાં 12-14 વર્ષના બાળકોનો સમાવેશ થતો હતો. તેમને Corbevax આપવામાં આવે છે. આ રીતે હવે દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની બે વેક્સિન મળી રહી છે.

કોરોનાની ચોથી લહેર અને બાળકોમાં વધતા સંક્રમણ વચ્ચે આને મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા નાના બાળકો પર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ વેક્સિનની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ Water crisis: ગુજરાતમાં ઉભુ થયું જળસંકટ, રાજ્યના 33માંથી 13 જિલ્લાના ડેમ ખાલી

ભારતમાં વેક્સિનેશનની સ્થિતિ
26 એપ્રિલ 2022ના રોજ સવારે 7 વાગ્યા સુધીના સરકારી આંકડા દર્શાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં 187 કરોડ 95 લાખ 76 હજાર 423 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે, 12-14 વર્ષના બાળકોના કિસ્સામાં, પ્રથમ ડોઝની સંખ્યા 2 કરોડ 70 લાખ 96 હજાર 975 છે. જ્યારે 37 લાખ 27 હજાર 130 બીજો ડોઝ લગાવવામાં આવ્યા છે.

કોરોનાનો નવો XE વેરિયન્ટ
તમને જણાવી દઈએ કે કોરોનાની ગઈ લહેરોમાં બાળકોને વધુ ગંભીર અસરો થઈ નહતી, પરંતુ આ વખતે બાળકો આ નવા XE વેરિયન્ટની ઝપેટ આવી રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની વધુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો થતો જોવા મળે છે.

બાળકોને કોરોનાથી કેવી રીતે બચાવશો
કોરોનાથી બચવા માટે, બાળકોમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ ધોવાની આદત કેળવો. બાળકોને વધુ બહાર ન કાઢો અને ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક બિલકુલ ન જવા દો. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય આહારનું ધ્યાન રાખો. જો બાળક વેક્સિન લેવાને લાયક હોય, તો શક્ય તેટલી વહેલી તકે વેક્સિન મુકાવો.

આ પણ વાંચોઃ Heat Wave forecast: રાજ્યમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી, મહત્તમ તાપમાન હજી 2 થી 3 ડિગ્રી વધશે- વાંચો વિગત

Gujarati banner 01