Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ
Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ, આજે 3250 કિલો મોહનથાળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવશે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 16 માર્ચ: Ambaji Mohanthal Prasad: યાત્રાધામ અંબાજીના મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરાયા બાદ 15 દિવસ પછી ફરી એકવાર મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મંદિરના પ્રસાદી ગૃહમાં આજે મોહનથાળના 10 ઘાણ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
આજ સાંજ સુધીમાં 3250 કિલો મોહનથાળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. પ્રસાદના એક ઘાણમાં 100 કીલો બેસનનો કકપરો લોટ, 75 કીલો શુદ્ધ ઘી, 150 કિલો ખાંડ, 17.500 લીટર દૂધ અને 200 ગ્રામ ઈલાયચીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે શુદ્ધતા ને સ્વચ્છતા સાથે કોવીડ ની ગાઇડલાઇન પ્રમાણેઆપ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે,
આ તમામ પ્રસાદ બનાવ્યા બાદ સાંજે પેકીગ કરવામાં આવશે જેમાં 100 ગ્રામના 32000 જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે, અને મંદિર ટ્રસ્ટના પ્રસાદી કેન્દ્ર ઉપર યાત્રિકોને વિતરણ કરવામાં આવશે, આ મોહનથાળનો પ્રસાદ શ્રદ્ધાળુઓને આવતીકાલ મંદિરના પ્રસાદ કેન્દ્ર ઉપરથી મેળવી શકશે
જોકે મંદિરની ગાદી ઉપર આ મોહનથાળનો પ્રસાદ ગઈકાલથી જ વેચાણમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો
આ પણ વાંચો:-Unseasonal rains in South Gujarat: દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, આ વિસ્તારોમાં છે આગાહી