Rain

Unseasonal rains in South Gujarat: દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, આ વિસ્તારોમાં છે આગાહી

Unseasonal rains in South Gujarat: વરસાદની ફરી એકવાર આગાહી કરાતા દક્ષિણ ગુજરાતમાં ડાંગ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે. 

અમદાવાદ, 16 માર્ચ: Unseasonal rains in South Gujarat: વરસાદની ફરી એકવાર આગાહી કરાતા દક્ષિણ ગુજરાતમાં ડાંગ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે. 

વરસાદી માહોલમાં ખેડૂતોની ચિંતા પણ વધી છે. કેમ કે, ખેડૂતોના ઉભેલા પાકને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ડાંગ આસપાસના વિસ્તાર ઉપરાંત સાપુતારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

વલસાડના વાતાવરણમાં મોડીરાત્રે પલટો આવ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીદળી ગૂલ પણ થઈ હતી. ખેડૂતો માટે ચિંતા એ પણ છે કે, કેરીના પાકને પણ તેના કારણે ભારે નુકશાનની ભિતી છે. વલસાડ સિવાય આસપાસના ગામોમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી. 

દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં માવઠું પડી શકે છે. ગીર સોમનાથ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. આજે અને કાલે વધુ વરસાદ પડી શકે છે. આ બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના વિસ્તારોમાં પવનની ગતિ 30થી 40 કિમીની રહી શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં આજે વરસાદ પડી શકે છે.  વિવિધ વિસ્તારમાં શુક્રવાર અને શનિવારના રોજ માવઠું પડવાની વકી છે. 

આ પણ વાંચો:Costipation home remedies: આ 4 વસ્તુઓ કબજિયાતની સમસ્યાને કરશે દૂર, તમારા રસોડામાં જ છે ઉપલબ્ધ…

Gujarati banner 01
Follow, like & subscribe to us on other social media platforms for hindi news: https://deshkiaawaz.in/ for Gujarati news: https://gujarati.deshkiaawaz.in/ facebook:https://www.facebook.com/bharatdeshkiaawaz twitter: https://twitter.com/pandeyrm Instagram:https://www.instagram.com/deshkiaawaz/ Google news: https://news.google.com/publications/CAAqBwgKMJLBqAsw_8vAAw?hl=en-IN&gl=IN&ceid=IN%3Aen