kejriwal

Bail to Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, હવે કરશે ચૂંટણી પ્રચાર

Bail to Kejriwal:સુપ્રીમકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે.

whatsapp banner

નવી દિલ્હી, 11 મેઃ Bail to Kejriwal: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે. આ સાથે સુપ્રીમકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે. જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો.

કેજરીવાલ વતી કપિલ સિબ્બલે સુપ્રીમકોર્ટમાં દલીલો કરી હતી. તેમણે ઈડીની દલીલ પર જવાબ આપતાં કહ્યું હતું કે ઇડીની દલીલ યોગ્ય છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર હેઠળ નથી આવતો. પરંતુ હાં, કાયદા અનુસાર જો કોઈને સજા ફટકારાઈ હોય અને કોર્ટ કહે કે અમે તેના પર સ્ટે આપીએ છીએ તો તે ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે છે.

buyer j ads 1

આ પણ વાંચો:- Gujarat Rain Forecast: ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, વાંચો વિગત

સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી વચ્ચે મોટી રાહત મનાઈ રહ્યો છે. હવે તેઓ ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકશે. તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લઈ શકશે. તેમને 1 જૂન સુધીનો સમય મળી ગયો છે અને 2 જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો