Rain

Gujarat Rain Forecast: ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, વાંચો વિગત

Gujarat Rain Forecast: આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

whatsapp banner

અમદાવાદ, 11 મેઃ Gujarat Rain Forecast: આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે.

આ પણ વાંચો:- Homemade Beauty Tips: ચહેરા પરના ડાઘ દૂર કરવા અને ફેસ ચમક વધારવા ટ્રાય કરો આ ઘરેલૂ ઉપાય

આજે અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 મે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

buyer j ads 1

13 મે ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 14 અને 15મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો