flight

Ban on international passenger flights: ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટ પરનો પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવાયો- વાંચો વિગત

Ban on international passenger flights: દેશમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફલાઇટ ૨૩ માર્ચ, ૨૦૨૦થી બંધ છે

નવી દિલ્હી, 20 જાન્યુઆરી:Ban on international passenger flights: શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટનો પરનો પ્રતિબંધ લંબાવીને ૨૮ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યો છે તેમ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફલાઇટ ૨૩ માર્ચ, ૨૦૨૦થી બંધ છે. 

જો કે જુલાઇ, ૨૦૨૦થી ભારત અને ૪૦ દેશો વચ્ચે સ્પેશિયલ પેસેન્જર ફલાઇટ એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ચલાવવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ જણાવ્યું છે કે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવ્યો છે. 

જો કે આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ ઓલ કાર્ગો ઓપરેશન અને ડીજીસીએએ મંજૂર કરેલ ફલાઇટને લાગુ પડશે નહીં. એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ચલાવવામાં આવતી ફલાઇટને પણ કોઇ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખી ડીજીસીએને આંતરરાષ્ટ્રીય ફલાઇટ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ અગાઉ એક ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ આંતરરાષ્ટ્રીય ફલાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Beauty tips for Dark under arms: ડાર્ક અંડરઆર્મ્સ માટે આ ઘરેલું ઉપચાર છે ખૂબ જ અસરકારક, આજે જ અજમાવી જુઓ

Gujarati banner 01