coronavirus testing

India Corona Case Update: દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંક 3 લાખને પાર- વાંચો વિગત

India Corona Case Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,17,532 નવા કેસ સામે આવ્યા

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ India Corona Case Update: દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર વધી રહ્યો છે. ગયા વર્ષે 15 મે બાદ હવે દેશમાં એક દિવસમાં 3 લાખથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યારે પણ સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,17,532 નવા કેસ(India Corona Case Update) સામે આવ્યા. ઓમિક્રોનના કેસ વધીને 9,285 થઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બુધવા ર સુધી દેશમાં કુલ 70,93,56,830 કોવિડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી 19,35,180 સેમ્પલની તપાસ દેશમાં બુધવારે કરવામાં આવી હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી 158.96 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે પણ 12.72 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ Ban on international passenger flights: ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટ પરનો પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવાયો- વાંચો વિગત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20,966 કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના 17,119 નવા કેસ સામે આવ્યા હતા. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી. ખાસ કરીને મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે.

Gujarati banner 01