kite market

Corona effect on kite business: કોરોનાની મહામારી ના કારણે અંબાજી પંથકમાં પતંગ ના વેપાર ઉપર પણ કોરોનાની મોટી અસર

Corona effect on kite business: કોરોનાની મહામારી ના કારણે ઉત્તરાયણ ઉપર પણ ગ્રહણ લાગ્યો , .અંબાજી પંથકમાં પતંગ ના વેપાર ઉપર પણ કોરોનાની મોટી અસર જોવા મળી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ જાન્યુઆરીઃ
Corona effect on kite business: હાલ તબક્કે ગુજરાતમાં કોરોનાના દિનપ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે સાથે ઓમીક્રોનના પણ કેસો વધી રહ્યા છે જેને લઈ સરકાર દ્વારા ઉતરાયણના પર્વને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં કેટલાક મુકેલા અંકુશો ને લઈ તેમજ હાલ તબક્કે કોરોનાની મહામારી ના કારણે ઉત્તરાયણ ઉપર પણ ગ્રહણ લાગ્યો છે એટલુજ નહી અંબાજી પંથકમાં પતંગ ના વેપારીઓ ઉપર પણ કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે.

Corona effect on kite business: ઉત્તરાયણ ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ-દોરીનો વેપાર ખૂબ ઓછાપ્રમાણ માં જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પતંગના ભાવમાં પણ 30 થી 40 ટકાનો વધારો થતાં તેની અસર વેપાર ઉપર જોવા મળી રહે છે દારી પતંગ ની અનેક વેરાઇટી સાથે માલ લાવી અને દુકાનો માં ખડકલો દુકાનોમાં જમાવટ કરી છે પણ જોઈએ તેટલા પ્રમાણમાં વેપારન મળતાં વેપારઓમાં નિરાશા છવાઈ છે વ્યાપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે.

Kite market ambaji

આ ઉત્તરાયણના પર્વ પર જે પતંગ આવી છે તેના અંદર નરેન્દ્ર મોદી ની પતંગ ઉપર લહેર જોવા મળી રહી છે જ્યારે છેલ્લા તબક્કેનો વેપાર લેવા અને સારો વેપાર થાય તેવી પણ સાથે આશા સેવી રહ્યા છે તેવા સંજોગોમાં નરેન્દ્ર મોદી ના બ્રાન્ડ વાળી પતંગોનું આકર્ષણ વધુ ખેંચાય તેવું પણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો…Application letter by Congress in Danta: સરકાર દ્વારા કોરોનાની લહેરમાં મૃત્યુ પામનારને 4 લાખ રૂપિયાની સહાય ન ચૂકવાતા દાંતામાં કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયુ

Whatsapp Join Banner Guj