Congress aavedan

Application letter by Congress in Danta: સરકાર દ્વારા કોરોનાની લહેરમાં મૃત્યુ પામનારને 4 લાખ રૂપિયાની સહાય ન ચૂકવાતા દાંતામાં કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયુ

Application letter by Congress in Danta: સરકાર દ્વારા કોરોનાની લહેરમાં મૃત્યુ પામનારને 4 લાખ રૂપિયાની સહાય આપવા માટે ની જાહેરાત હતી.પરંતુ આ પૂરતી સહાય ન ચૂકવાતા દાંતામાં કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ જાન્યુઆરીઃ
Application letter by Congress in Danta: એક તરફ કોરોના ની ત્રીજી લહેર ની શરૂઆત જોવા માળી રહી છે.કોરોના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુ પામનાર ને સરકાર દ્વારા સહાય ની જાહેરાત કરાઈ હતી પરંતુ પૂરતી સહાય ન આપતા કોંગ્રેસ દ્વારા આજે દાંતાતાલુકા મથકે ખાતે વિરોધ દર્શાવી રેલી સ્વરુપે મામલતદાર કચેરીએ પહોચી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું…

Application letter by Congress in Danta

અને દેશભર માં કોરોના ના કહેર માં અનેક લોકો એ જીવ ગુમાવ્યા હતા.અનેક ઘરો ના પરિવારે ઘરના મોભી ગુમાવ્યા હતા..પરિવારો બે સહાય બની ગયા હતા.ત્યારે સરકાર દ્વારા આવા પરિવારો ને 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. જોકે હજુ ઘણા પરિવારો ને માત્ર 50 હજાર નિજ સહાય ચૂકવાઈ રહી છે..

જોકે સરકાર દ્વારા 4 લાખ રૂપિયા ની સહાય આપવા માટે ની જાહેરાત હતી.પરંતુ આ પૂરતી સહાય ન ચૂકવાતા હવે કોંગ્રેસ જેમને પૂરતી સહાય ચુકવવામાં આવી નથી તેમની વહારે આવી છે.કોંગ્રેસ દ્વારા આજે દાંતા ખાતે ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ કાર્યકરો સાથે કોવીડ ગાઈડ લાઈન મુજબ રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ મામલતદાર ને આવેદન પત્ર આપી કોરોના માં મૃત્યુ પામનારા લોકો ના પરિવારજનો ને પૂરતી સહાય આપવામાં આવે તેવી કાંતિભાઈ ખરાડી…ધારાસભ્ય દાંતા એ માંગ કરી હતી..

Application letter by Congress in Danta

જોકે દાંતા મામલતદાર કચેરીના અધીકારીએ જણાવ્યુ હતુ કે દાંતા તાલુકામાં કોરોના મહામારી માં જીવ ગુમાવનારા પરિવારો ની 69 અરજીઓ આવી છે જેમાં 56 ની સહાય મંજુર થઈ ગઈ છે ને 13 વ્યક્તિઓની પ્રોસેસ માં છે જે સ્વજનો ને પૂરતી સહાય ચૂકવાઇ નથી તેવા પરિવાર જનો ને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે .તેમજ આજે જે વધુ સહાય ચુકવવાની માંગ માંટે જે કોંગ્રેસદ્વારા આવેદન પત્ર આપવામાં આવે છે તેનેઉચ્ચ સ્તરે મોકલી આપવામાંઆવશે તેમ નરેશ ભાઈ શ્રીમાળી.(ઈ.મામલતદાર) દાંતાએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો…Additional coaches in 3 pairs of trains passing through Rajkot division: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

Whatsapp Join Banner Guj