Testing of weighing instruments: સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વજન માપના સાધનોની ચકાસણી કરાઈ

Testing of weighing instruments: સુરેન્દ્રનગર જિલ્લાના ૩૬૫૯ એકમોના વિવિધ વજન માપના સાધનોની ચકાસણી મુદ્રાંકનની સરકારી ફી પેટે રૂપિયા ૩૩.૩૯ લાખની વસુલાત કરાઈ 

સુરેન્‍દ્રનગર, ૧૨ જાન્યુઆરીઃ Testing of weighing instruments: સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના મદદનીશ નિયંત્રકની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી દ્વારા એપ્રીલ-૨૧ થી ડિસેમ્બર-૨૧ દરમ્યાન વિવિધ ૨૫૦૨ વ્યાપારીક એકમોની ઓચીંતી મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. 

જેમાં ૧૨૭ એકમોની સામે વજનમાપ ધારાના ભંગ જેમ કે વજનમાં ઓછો જથ્થો આપવો, વજનમાપની ચકાસણી મુદ્રાંકન કરાવ્યા વગર ઉપયોગમાં લેવા અને પ્રમાણિત વજનમાપના ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા બાબતે તેમજ પેકેજડ કોમોડીટી રૂલ્સ મુજબ છાપેલી એમ.આર.પી. કરતા વધારે ભાવ લેવા, પેકર તરીકેની નોંધણી ન કરાવવી, એમ.આર.પી.માં ચેકચાક કરવી, ભાવપત્રક પ્રદર્શિત ના કરવું જેવી ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ૧૨૭ એકમો પાસેથી ગુન્હો માંડવાળ ફી પેટે રૂપિયા ૧,૪૯,૦૦૦/- વસૂલ કરવામાં આવેલ હતા.

Whatsapp Join Banner Guj

તદ્ ઉપરાંત જિલ્લાના ૩૬૫૯ વેપારી એક્મોના વિવિધ વજનમાપનાં સાધનોની ચકાસણી મુદ્રાંકનની કામગીરી કરી ચકાસણી તથા મુદ્રાંકન ની સરકારી ફી પેટે રૂ.૩૩,૩૯,૨૪૬/-  વસુલ કરેલ છે.

આ કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અધિકારી જે.એચ.આદેશરાની રાહબરી હેઠળ સર્વે નિરીક્ષકો આર. એસ. રાઠોડ,  કુમારી કે. ટી. નિમાવત, એન. વી. ધરજીયા દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્ટાફના અન્ય કર્મચારીશ્રી જે. આર. જાડેજા,  ડી. ટી. પરમાર પણ આ કામગીરીમાં મદદરૂપ થયા હતા.

આ પણ વાંચો…Corona effect on kite business: કોરોનાની મહામારી ના કારણે અંબાજી પંથકમાં પતંગ ના વેપાર ઉપર પણ કોરોનાની મોટી અસર