train 4

Train Route Diversion:અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેનનો રૂટ બદલાયો

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 03 જુલાઈ: Train Route Diversion: મુસાફરોની સુવિધા અને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે ઉત્તર મધ્ય રેલવેના લલિતપુર સ્ટેશન પર યોજાનારા યાર્ડ રી-મોડેલિંગ કાર્યને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત વિશેષ ભાડાવાળી ટ્રેન નં. 09465 અમદાવાદ–દરભંગા સ્પેશિયલ અને 09466 દરભંગા–અમદાવાદ સ્પેશિયલને નિર્ધારિત તારીખોએ બદલાયેલા માર્ગ પરથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

વિગતો નીચે મુજબ છે—

● ટ્રેન નં. 09465 અમદાવાદ–દરભંગા સ્પેશિયલ
17 જુલાઈ, 2026ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરીને નાગદા–કોટા–સવાઈ માધોપુર–બયાના–ઈદગાહ આગ્રા–ટૂંડલા–ગોવિંદપુરી–પ્રયાગરાજ માર્ગે દોડશે. આ દરમિયાન ટ્રેન ઉજ્જૈન જંક્શન, ગુના જંક્શન, બીના જંક્શન અને વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંક્શન સ્ટેશનો પર રોકાશે નહીં.

આ પણ વાંચો:- PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

● ટ્રેન નં. 09466 દરભંગા–અમદાવાદ સ્પેશિયલ
18 જુલાઈ, 2026ના રોજ દરભંગાથી પ્રસ્થાન કરીને પ્રયાગરાજ–ગોવિંદપુરી–ટૂંડલા–ઈદગાહ આગ્રા–બયાના–સવાઈ માધોપુર–કોટા–નાગદા માર્ગે દોડશે. આ દરમિયાન ટ્રેન વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંક્શન, બીના જંક્શન, ગુના જંક્શન અને ઉજ્જૈન જંક્શન સ્ટેશનો પર રોકાશે નહીં.