bhupendra patel bjp team

Gujarat CM Oath-taking ceremony: નવનિયુક્ત નેતા ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના પદ માટે કાલે બપોરે 2.30 રાજભવન ખાતે શપથ ગ્રહણ કરશે

Gujarat CM Oath-taking ceremony: ભાજપ વિધાયક દળના નવનિયુક્ત નેતા ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા આમંત્રણ પાઠવતા રાજ્યપાલ

ગાંધીનગર, 12 સપ્ટેમ્બરઃ Gujarat CM Oath-taking ceremony: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે મળીને રાજ્યમાં તેમનાં નેતૃત્વની નવી સરકારની રચના માટેનો પ્રસ્તાવ રજૂ કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

Bhuprendra patel welcom governor

રાજયપાલએ તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેમને આવતી કાલે એટલે કે તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૧ને સોમવારના રોજ બપોરના ૨.૨૦ કલાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાશે.

આ પ્રસંગે કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોષી, બી.એલ.સંતોષજી, કેન્દ્રીય મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, રાજ્યમંત્રી મંડળના સદસ્યો, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Upadte About CM : મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ ભુપેન્દ્ર પટેલ પર શુભેચ્છાનો વરસાદ, હાલ નવ નિયુક્ત સીએમએ કરી રાજ્યપાલ સાથે મુલાકાત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj