bhupendra patel with devrath

Upadte About CM : મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ ભુપેન્દ્ર પટેલ પર શુભેચ્છાનો વરસાદ, હાલ નવ નિયુક્ત સીએમએ કરી રાજ્યપાલ સાથે મુલાકાત- વાંચો વિગત

Upadte About CM : ભુપેન્દ્ર પટેલ આવતી કાલે બપોરે 2.30 વાગે મુખ્યમંત્રી પદ માટેની શપથ લેશે, મંત્રી મંડપની પણ તે જ સમયે જાહેરાત થવાની શક્યતા

ગાંધીનગર, 12 સપ્ટેમ્બરઃ Upadte About CM: નવ નિયુક્ત બનેલા મુખ્યમંત્રી સાથે મીડિયા દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે,  સૌપ્રથમ તો હું લોકલાડીલા નરેન્દ્રભાઇ, અધ્યક્ષ જે.પી નડ્ડા, અમિત શાહ, સી.આર પાટીલ, વિજય ભાઇ રૂપાણીનો આભાર માનુ છું. હર હંમેશ મારા પર આનંદીબેનના આશિર્વાદ રહ્યા છે અને રહેશે.

આ પણ વાંચોઃ Edible oil price: તહેવારોમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર, ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં ભાવમાં ઘટાડો

વિકાસના જે કામ અત્યાર સુધી થયા છે તેને આગળ વધારીશું. અત્યાર સુધી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ કામગીરીને આગળ વધારીશું. સંગઠન સાથે ચર્ચા કરીને વધારેમાં વધારે વિકાસના કામ છે તેને આગળ વધારીશું. સંગઠનને સાથે રાખીને કામ આગળ વધારીશું. 

આ પણ વાંચોઃ Impact of Vijay Rupani resignation: રાજકોટમાં 17 સપ્ટેમ્બરે રૂપાણીના હસ્તે 67 ઔષધાલયો અને 26 ઇલેક્ટ્રિક બસના લોકાર્પણ પર હવે પ્રશ્નાર્થ

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમને મુખ્યમંત્રી બનશો તેવો અણસાર હતો ? ભાજપમાં પહેલાથી જ એવી સંસ્કૃતી રહી છે કે કોઇ સાથે પહેલાથી નહી પરંતુ બેઠકમાં જે નિર્ણય લેવાય તેને જવાબદારી સોંપવામાં આવે છે. MLA ની મળેલી બેઠકમાં મારૂ નામ નક્કી થયું અને મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો છે. તેના જવાબમાં ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માત્ર ઇલેક્શન લક્ષી કામ ગીરી કરતી નથી. દરેકે દરેક કાર્યકર્તા પ્રજા વચ્ચે રહીને કામ કરતો રહે છે. 

જો કે સી.આર પાટીલ, વિજય રૂપાણી સહિત અનેક નેતા ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યપાલની મુલાકાતે ગયા હતા. રાજ્યપાલે ભુપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી અને ઓફિશયલ લેટર આપ્યો. આ મુલાકાત બાદ તે ત્રિમંદિર દર્શન કર્યા બાદ પોતાના ઘરે જવા રવાના થશે.

નોંધનીય છે કે ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બનવાની જાહેરાત થતા જ તેમના પર શુભેચ્છા અને અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. નીતિન પટેલે પણ ટ્વિટ કરીને આપી શુભેચ્છા, વિજય રુપાણીએ પણ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી. સી. આર પાટિલે પણ ટ્વિટરના માધ્યમથી ભુપેન્દ્ર ભાઇને અભિનંદન આપ્યા.

Whatsapp Join Banner Guj