Gujarat school reopen

Gujarat school reopen: આવતીકાલથી રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે

Gujarat school reopen: શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ હાજર સાથે શાળાઓ માટે કોરોનાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા

અમદાવાદ, 01 સપ્ટેમ્બરઃ Gujarat school reopen: આવતીકાલ એટલે કે 2 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ થવા જઈ રહ્યાં છે. નોંધનીય છે કે કોરોના કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ કાર્ય પર પડી છે. છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા.

હવે રાજ્ય સરકારે 2 સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં ધોરણ 6, 7 અને 8ના ઓફલાઇન(Gujarat school reopen) વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી છે. કોરોના ગાઇડલાઇન સાથે બાળકો શાળામાં અભ્યાસ કરી શકશે. દરેક શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ હાજર રહી શકશે. શાળાઓ માટે કોરોનાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. તો ઓફલાઇન અભ્યાસ સાથે શાળાઓએ ઓનલાઇન ક્લાસ પણ ચલાવવાના છે. 

આ પણ વાંચોઃ Srila Bhaktivedanta Swami Prabhupada Ji: પીએમએ સ્વામી પ્રભુપાદની 125મી જયંતી પર ₹125 નો વિશેષ સ્મારક સિક્કો કર્યો લોન્ચ- જુઓ વીડિયો

મહત્વનું છે કે આ પહેલા રાજ્ય સરકારે કોરોનાના કેસ ઘટતા ધોરણ 9થી 12 અને કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી હતી. હવે સરકારે ધોરણ 6-8ના બાળકોની શાળા(Gujarat school reopen)ઓ પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના સંકટ ઓછુ થતાં હવે ફરી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. હજુ રાજ્યભરમાં ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ થઈ નથી. તો ઓફલાઇન શિક્ષણની સાથે ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલી રહ્યું છે.

રાજ્યમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો હોય પરંતુ હજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા યથાવત છે. નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આ મહિને અથવા આવતા મહિને કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેવામાં રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ બાળકોના મનમાં કોરોનાનો ડર રહી શકે છે. તો વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા કોરોનાનો ડર સતાવી રહ્યો છે. 

Whatsapp Join Banner Guj