binit modi

Journalist Binit Modi was honored: શતાયુ રક્તદાતા પત્રકાર બિનીત મોદીનું રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરાયું સન્માન

Journalist Binit Modi was honored: અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીએ તેના રક્તદાન કાર્યક્રમને નિયમિત સહયોગ આપતા રક્તદાતાઓના કરાયું સન્માન

અમદાવાદ, 05 જાન્યુઆરી: Journalist Binit Modi was honored: અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીએ તેના રક્તદાન કાર્યક્રમને નિયમિત સહયોગ આપતા રક્તદાતાઓના સન્માન સાથે સંસ્થાની સ્થાપનાના સાઇઠ વર્ષની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ 4 જાન્યુઆરી 2023ની સાંજે અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન ખાતે યોજાયો હતો.

ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડૉ. ડી. બી. શેકાતકરના મુખ્ય મહેમાન પદે તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાના પ્રમુખ અજયભાઈ પટેલના માનવંતા મહેમાન પદે આ કાર્યક્રમ યોજાયો હતો.

Journalist Binit Modi was honored

સોથી વધુ વખત રક્તદાન કર્યું હોય એવા એકસો વીસથી વધુ શતાયુ રક્તદાતાઓની સાથે રક્તદાન કાર્યક્રમને સહયોગ કરનારી એકાધિક ખાનગી, સરકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું.

ગુજરાતી ભાષામાં લેખન, પત્રકારત્વ, રાજકીય ઇતિહાસના આલેખન સાથે સંકળાયેલા બિનીત મોદી પણ આ સન્માન યાદીમાં સમાવિષ્ટ હતા. તેમણે 106 વખત રક્તદાન કરવા સાથે રેડ ક્રોસની પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર કાર્યમાં સહયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિનીત મોદી હાલમાં પ્રવેગ ટીવી (મીડિયા, કમ્યુનિકેશન, માર્કેટ રિસર્ચ)ના રિસર્ચ – એનાલિસિસ વિભાગ સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો:Technology affecting memory of youth: ટેક્નોલોજીના કારણે યુવાનોના યાદશક્તિ પર અસર પડી રહી, આવો જાણીએ…

Gujarati banner 01