Amit shah 1

Emergency landing of amit shah plane: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું થયું હતું…

Emergency landing of amit shah plane: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્લેનને ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

નવી દિલ્હી, 04 જાન્યુઆરી: Emergency landing of amit shah plane: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્લેનને ગઈકાલે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ગઈકાલે રાત્રે અમિત શાહ અગરતલા પહોંચવાના હતા પરંતુ ખુબ જ ખરાબ હવામાનને કારણે તેમના પ્લેનને લગભગ 10.45 વાગ્યે ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યુ હતું.

અમિત શાહના કાર્યક્રમ પ્રમાણે આજે પૂર્વોત્તર રાજ્યમાં બે રથયાત્રાને લીલી ઝંડી ફરકાવવાની હતી. ત્રિપુરામાં આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક શંકર દેબનાથે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે લગભગ 10 વાગ્યે એમબીબી એરપોર્ટ પર ઉતરવાના હતા પરંતુ ગાઢ ધુમ્મસને કારણે અને ઓછી વિઝિબ્લીટીના કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. એસપીએ જણાવ્યું હતું. એમબીબી એરપોર્ટ માટે નિર્ધારિત ફ્લાઇટ ગુવાહાટીમાં ઉતરી ગઈ છે અને અમિત શાહ ત્યાં રાત રોકાયા હતા.

11 વાગ્યા સુધીમાં અગરતલા પહોંચવાનું હતું

અગાઉ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે શાહ ગઈકાલે ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમ પેટાવિભાગથી રથયાત્રાને લીલી ઝંડી આપવા માટે અગરતલા પહોંચી જશે.

આ પણ વાંચો: Journalist Bineet Modi was honored: શતાયુ રક્તદાતા પત્રકાર બિનીત મોદીનું રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરાયું સન્માન