Technology affecting memory of youth

Technology affecting memory of youth: ટેક્નોલોજીના કારણે યુવાનોના યાદશક્તિ પર અસર પડી રહી, આવો જાણીએ…

Technology affecting memory of youth: ટેક્નોલોજીના કારણે મગજને વધારે મહેનત કરવી પડતી નથી, જેથી યાદશક્તિ પર પણ તેની અસર પડી રહી છે

અમદાવાદ, 04 જાન્યુઆરી: Technology affecting memory of youth: યુવાનોની એકાગ્રતા સતત ઘટી રહી છે. હવે યુવાનો વધારે સમય સુધી કોઇ એક ચીજ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. તેમનું ધ્યાન ભટકતું રહે છે. આધુનિક જીવનશૈલી અને ટેક્નોલોજીના વધતા ઉપયોગનાં કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે. ટેક્નિકના કારણે મગજને વધારે મહેનત કરવી પડતી નથી.

જેથી યાદશક્તિ પર પણ તેની અસર પડી રહી છે. મગજને વધારે ચીજો યાદ રાખવાની જરૂર પડતી નથી. સેન્ટર ફોર એટેન્શન સ્ટડીઝના રિપોર્ટ મુજબ, અડધાથી વધુ યુવાનો કોઇ ચીજ ૫૨ વધારે ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. તેમની પોતાના મગજને રેગ્યૂલેટ કરવાની ક્ષમતા ઘટી રહી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં 36 વર્ષમાં દરેક માનવીના મગજ બ્રાઉઝરની જેમ કામ ક૨વા લાગ્યાં છે.

જેમાં અનેક વિન્ડો ખુલ્લા હોય છે. આની સીધી અસર તેમના કામની ગુણવત્તા પર પડે ઇચ્છાશક્તિ રહી છે. ગયા વર્ષની શરૂઆતમાં કિંગ્સ કોલેજ લંડનમાં સેન્ટર ફોર એટેન્શન સ્ટડીમાં જાણવા મળ્યું કે સરવેમાં સામેલ 2000 પુખ્તવયના લોકો પૈકી 49 ટકાએ કબૂલાત કરી કે તેમની ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા પહેલાં કરતાં ઓછી થઇ છે.

આશરે 47 ટકા લોકો સહમત હતા કે તેઓ કોઇ વિષય પર ઘેરી વિચારધારા રાખી શકતા નથી. આ હવે ભૂતકાળની વાતો થઇ ગઇ છે. અલબત્ત તેનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે.

અભ્યાસ મુજબ યુવાનોનું ધ્યાન સરેરાશ ત્રણ મિનિટમાં ભટકી જાય છે. સરેરાશ વ્યક્તિ દિવસમાં આશરે 85 કરતાં વધુ વખત ફોન ચેક કરે છે એટલે દર 15 મિનિટમાં એક વખત ફોન ચેક કરે છે. કેટલીક ટેક્નિક અપનાવી લીધા બાદ પણ તે આમાંથી બહાર નીકળી શકતા નથી.

આ પણ વાંચો: Controversy over photo of VC with maharaja sayajirao: એમએસ યુનિવર્સિટીના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ સાથે વીસીના ફોટોથી વિવાદ, જાણો શું છે મામલો